ઝઘડિયામાં વધુ બે કોરોના પોઝિટિવ આવેલા કેસમાં એકનુ મોત નિપજયુ
ઝઘડિયાના રસિક વસાવા નુ ગતરોજ મોત થયુ છે તથા વિજયનગર સોસાયટીમાં રહેતા કંચનભાઈ રાવને કોરોના પોઝિટિવ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ,” ઝઘડિયા તાલુકામાં આજરોજ વધુ બે આવેલા કોરોના સંક્રમિત કેસો પૈકી રસિક વસાવાનુ મોત થયુ છે. વધુ કેસો બહાર આવતા કોરોના સંક્રમણનો આંક વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ૫૩ જેટલા કોરોના પોઝિટિવ કેસો તાલુકામાં આવી ગયા છે.
ઝઘડિયા તાલુકામાં આજરોજ વધુ બે નવા કોરોના સંક્રમિત પોઝિટિવ કેસ આવ્યા છે તે પૈકી રસિક પુજાભાઇ વસાવા ઉ.વ ૪૭ રહે.ભંડારીની ચાલ ઝઘડિયા જેમનુ તા.૧૭મી ના રોજ મરણ થયુ છે જેનો કોરોના રિપોર્ટ આજરોજ આવ્યો છે તથા આઈ.ટી.આઈ રોડની વિજયનગર સોસાયટીમાં રહેતા કંચનભાઈ ડાહ્યાભાઈ રાવ ઉ.વ ૬૨ ને કોરોના પોઝેટીવ આવ્યો છે.જેમને અવિધા સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા છે તથા તેમના ધરના પાંચ સભ્યોને કવોરેનટાઈન કરવામાં આવ્યા છે.
આ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંક દિવસે દિવસે ઉંચો જઈ રહ્યો છે જે હાલમાં ૫૩ ઉપર પહોંચ્યો છે.ઝઘડિયા પીએસસી દ્વારા ઝઘડિયાની ભંડારીની ચાલ તથા આઈ.ટી.આઈ રોડની વિજયનગર સોસાયટીમાં કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઝઘડિયા પીએસસી દ્વારા વિજયનગર સોસાયટીના ૪૪ પરીવારના ૨૦૦ સભ્યોનો સર્વે કરી તમામને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા છે. ઝઘડિયામાં દિવસે દિવસે કોરોના સંક્રમિત કેસો રોજિંદા વધી રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે.