ઝઘડિયામાં LCBના જુગાર અને દારૂના અડ્ડાઓ પર છાપામારી બાદ પોલીસ હરકતમાં આવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/11.jpg)
ઝઘડીયા તાલુકાના સારસા ગામે જુગાર રમતા પાંચ જુગારીયા ઝડપાયા-બે નાશી છુટ્યા : પોલીસે ઘટના સ્થળેથી આઠ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડીયા તાલુકાના સારસા ગામે જુગાર રમતા પાંચ જુગારીયા ઝડપાયા હતા.જ્યારે બે જુગારીયા પોલીસની રેકડ જોઈને નાશી છુટ્યા હતા.
રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જીલ્લામાં દારુ જુગારની બદી બાબતે કડક અમલ કરાવવા મળેલ સુચના અંતર્ગત રાજપારડી પીએસઆઈ જે.બી.જાદવ અને ટીમે ગતરોજ સારસા ગામે માધુમતિ ખાડીના કિનારે બાવળીયાની ઓથમાં હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીયા ઝડપી લીધા હતા.જ્યારે (૧) જિતુભાઈ ભીખાભાઈ વસાવા રહે.રાજપારડી (૨) શૈલેષભાઈ ઉર્ફે દામલો ઈશ્વરભાઈ વસાવા રહે.સારસા પોલીસની રેઈડ જોઈને નાશી છુટ્યા હતા.પોલીસે ઘટના સ્થળેથી
(૩) રાજેશભાઈ ખાલપાભાઈ વસાવા રહે.સારસા (૪) દિપકભાઈ જગદીશભાઈ વસાવા રહે.કાંટીદરા તા.ઝઘડીયા (૫) શુકલભાઈ મણિલાલભાઈ વસાવા રહે.સરસાડ તા.ઝઘડીયા (૬) સુરેશભાઈ સોમાભાઈ વસાવા રહે.ઉમધરા તા.ઝઘડીયા (૭) દશરથભાઈ બચુભાઈ વસાવા રહે.ઉમધરા તા.ઝઘડીયાનાને ઘટના સ્થળે ટોળુ વળીને જુગાર રમતા ઝડપી લીધા હતા.
પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂપિયા,મોબાઈલ નંગ પ,સ્થળ પર પાર્ક કરેલ ત્રણ ફોર વ્હિલ વાહન તેમજ બે મોટરસાયકલ મળી કુલ રૂ.૮,૫૭,૭૨૦ નો મુદ્દામાલ કબ્જે લઈને કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.