ઝઘડિયા,રાણીપુરા અને સુલતાનપુરાના ત્રણ પરિવારોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા.
ત્રણ પરિવારના ૨૨ વ્યક્તિઓને ઝઘડિયા આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા.
(વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયામાં અમદાવાદ થી આવેલ એક મહિલાના પરિવાર,રાણીપુરામાં ભરૂચ સિવિલમાં સિક્યુરિટીની ફરજ બજાવતા યુવકના પરિવાર અને સુલતાનપુરા માં નસવાડી થી આવેલ ૪ વ્યક્તિના પરિવારના સભ્યો મળી ત્રણ પરિવારના ૨૨ સભ્યોને ઝઘડીયા આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. લોક ડાઉનના સમયગાળા દરમ્યાન પણ એક ગામથી બીજે ગામ જતા વ્યક્તિઓના કારણે કોરોના વાયરસના સંક્રમણનો ભય વધુ સતાવી રહ્યો છે.
દેશભરમાં હાલ લોકડાઉનની પરિસ્થિતિ યથાવત્ છે ત્યારે હજી પણ કેટલાક લોકો જ્યાં રહે છે ત્યાં રહેવાના બદલે અન્ય સ્થળોએ સ્થળાંતર કરી રહ્યા છે જેના પગલે કોરોના વાયરસની સંક્રમણ થવાની શક્યતાઓ વધુ વેગવંતી બનતી જાય છે.આજરોજ ઝઘડીયા તાલુકા આરોગ્ય વિભાગની ગોવાલી પીએચસી અને ઝઘડિયા પીએચસી ટીમ દ્વારા ત્રણ પરિવારના ૨૨ સભ્યોને હોમ ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
ઝઘડિયા તેમજ ગોવાલીની આરોગ્ય ટીમ પાસેથી મળેલી માહિતી મુજબ ઝઘડિયામાં અમદાવાદ થી આવેલ એક મહિલાના પરિવારના ૯ સભ્યો,રાણીપુરામાં ભરૂચ સિવિલમાં સિક્યુરિટીની ફરજ બજાવતા યુવકના પરિવારના ૬ સભ્યો અને સુલતાનપુરા માં નસવાડી થી આવેલ ૪ વ્યક્તિના પરિવારના ૭ સભ્યો મળી ત્રણ પરિવારના ૨૨ સભ્યોને ઝઘડીયા અને ગોવાલીની આરોગ્ય ટીમ દ્વારા હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે.
ઝઘડિયા રાણીપુરા અને સુલતાનપુરાના ત્રણ પરિવારના ૨૨ સભ્યોને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના વાયરસના સંક્રમણ બાબતે માર્ગદર્શન અને જરૂરી સૂચનો સહિત ઘરની બહાર નહીં નીકળવાના કડક સૂચનો આપવામાં આવ્યા છે.સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ તલાટીને આ પરિવારોની જીવન જરુરિયાતની ખૂટતી વસ્તુઓની જરૂર પડે તો તેમને ઘેર બેઠા પૂરી પાડવાની ભલામણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉનના બીજા તબક્કામાં ગામડાંઓમાં હોમ ક્વોરેન્ટાઈન કરવાના કિસ્સાઓ વધતા ગામડાઓમાં કોરોના વાયરસના ભયનું વાતાવરણ ઊભું થઈ રહ્યુ છે.