Western Times News

Gujarati News

ઝઘડિયા: ઉમલ્લા રેલ્વે ફાટક પરના સીધા ચઢાણથી વાહન ચાલકોને ભારે હાલાકી

રેતી ભરેલી ટ્રકો રેલ્વે ફાટક ક્રોસ કરતી વેળા અકસ્માતનો ભય રહે છે

(તસ્વીર ઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડીયા તાલુકાના ઉમલ્લા નગરના બજારમાંથી પસાર થતી અંકલેશ્વર – રાજપીપળાની બ્રોડગેજ રેલ્વે લાઈનની ફાટકનો બન્ને તરફનાં ઢાળના સીઘા ચઢાણના કારણે અવર જવર કરતાં વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.

પાણેથા નર્મદા તટ પરથી મોટી સંખ્યામાં અવર જવર કરતી ટ્રકો તેમજ લોડીંગ વાહનોને રેલ્વે ફાટક ઓળંગતા વાહન પાછુ પડતા પાછળથી આવતા વાહનને અકસ્માત થવાનો ભય રહે છે.ત્યારે રેલ્વે તંત્ર ફાટકના લેવલની કામગીરી ત્વીરત હાથ ઘરે તે જરૂરી બન્યું છે.ઉમલ્લા સ્ટેટ હાઈવે પરની ચોકડીથી રેલ્વે ફાટક પસાર કરી મુખ્ય બજારમાંથી પસાર થતા રસ્તાનો ઉપયોગ વીસ જેટલા ગામડાંઓની જનતા કરી રહી છે.

રોડ અને રેલ્વે ફાટકનો ઉપયોગ માર્ગ સાંકડો હોવાથી સામસામી બે વાહનોને પસાર કરવા મુશ્કેલી રૂપ છે.નોંધનીય છે કે ગતરોજ સાંજના સુમારે પાણેથા તરફથી રેતી ભરેલી ટ્રક રેલ્વે ફાટકનો ઢાળ ચઢતાં પાછી પડતાં દુકાનના આંગણમા મુકેલી બાઈકને નુકસાન થવા પામ્યુ હોવાનો બનાવ બન્યો છે.અંકલેશ્વર – રાજપીપળા રેલ્વે ટ્રેન બંઘ છે

ઉપરાંત રેલ્વે ઘ્વારા ઉમલ્લા નગરમાંથી પસાર થતી એકજ ફાટક ખુલ્લી રાખી છે.તે સિવાય બન્ને તરફ ગરનાળામાંથી પસાર થતા રસ્તા છે.જેથી મોટા વાહાનોને ફરજીયાત પણે આ ફાટક પસાર કરવી પડે છે ત્યારે રેલ્વે તંત્ર કોઈ મોટા અકસ્માત થઈ જાનહાની થાઈ તે પૂર્વે ફાટકની સમસ્યા દુર કરે તેવી જનતામાં માંગ ઉઠી રહી છે.

https://westerntimesnews.in/news/108914

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત ઝઘડિયા તાલુકામાં જ્યાંથી અંકલેશ્વર રાજપીપળા રેલ્વે લાઈન જે હાલમાં બંધ છે નાંખવામાં આવેલ છે.ત્યાં ઝઘડિયા તાલુકામાં ખરીદી થી લઈ ઊજડીયા રાણીપુરા અવિધા રાજપારડી સારસા ઉમરલા વિગેરે ગામોમાં અંડર પાસ બનાવવાના કારણે મોટા વાહનો પસાર થતા નથી

અને ચોમાસા દરમિયાન એ અંડરપાસમાં મોટા પ્રમાણમાં પાણી ભરાવાના કારણે સરદાર પ્રતિમા થી ગામડાઓને જાેડતા રોડ સદંતર બંધ થઈ જાય છે તેવો અણધડ વહીવટ રેલવે વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.