ઝઘડિયા એપીએમસી ખાતે કેળ પાક પર પરિસંવાદ યોજાયો
ખેડૂતો દ્વારા આધુનિક ખેતી પદ્ધતિના સહયોગથી રાજ્યભરમાં કેળના પાકે આગવું સ્થાન મેળવ્યું છે.
ઉચ્ચતમ ગુણવત્તાવાળા ઉત્પાદન દેશ વિદેશમાં ડંકો વગાડી રહ્યા છે.ભરૂચ, સુરત,નર્મદા અને વડોદરા જીલ્લાઓમાં છેલ્લા ઘણા દાયકાઓથી કેળનું રોપાણ અને ઉત્પાદનમાં વિશેષ સ્થાન મેળવેલું છે.વર્ષો – વર્ષ વાતાવરણમાં થઈ રહેલ ફેરફાર ના કારણે ખેડૂતોને નવી નવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.આ બધી સમસ્યાઓ સામે વાવેતર કરેલ કેળના ટીસ્યુ ની માવજત તેનું ઉત્પાદન તેનું બજાર કેવું મળશે તે બાબતનું માર્ગદર્શન ખેતી વિશેષગ્ય દ્વારા આપવામાં આવ્યું હતું. આજના કેદ પાક પરિસંવાદમાં મુખ્યત્વે કેળના પાકમાં પાણી અને અન્નદ્રવ્યો નું વ્યવસ્થાપન, કેળના પાકોના રોગો અને જીવાતોનું વ્યવસ્થાપન, કેદ ની લૂમનું કાપણી પહેલા અને પછીની સંભાળ લૂમ વ્યવસ્થા, બડ ઈન્જેકશન,બંચ સ્પ્રે,કાતરા ઓછા કરવા, સ્કટિંગ બેગ આ ઉપરાંત પનામા અને સીગાટોકા જેવા મુખ્ય રોગોનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે એપીએમસીના ચેરમેન દિપક પટેલ, શ્રી નર્મદા ફૂડ એન્ડ વેજીટેબલ સહકારી મંડળી ના ચેરમેન જયેન્દ્રસિંહ પરમાર, મંડળી ઓના સભાસદો પરિસંવાદ માં ઉપસ્થિત રહ્યા હતા.