ઝઘડિયા ખાતે વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન કેમ્પ યોજાયો

ભરૂચ: ઝઘડિયા ખાતે આજરોજ વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન – સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ઝઘડિયા તથા આજુબાજુ ગામની જનતાએ લાભ લીધો હતો.કેમ્પમાં ૨૫૦૦ જેટલા લોકોએ સ્વાસ્થ્યવર્ધક ઉકાળનું સેવન કર્યું હતું.૨૫૦ દર્દીઓએ આયુર્વેદિક સારવાર કરાવી દવા લીધી, ૧૧૦ દર્દીઓએ હોમિયોપેથીક ઉપચાર કરાવ્યો હતો. કેમ્પમાં શરીરની તમામ બીમારીઓ પેટના રોગ, સ્ત્રીઓના રોગ,ચામડીના રોગનો ઉપચાર કરવામાં આવ્યો હતો.
ઝઘડિયા સુલતાનપુર ગ્રુપ ગ્રામ પંચાયતના સૌજન્યથી આજરોજ ઝઘડિયા કન્યા શાળા ખાતે એક વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નિયામક આયુષની કચેરી અને જિલ્લા આયુર્વેદ અધિકારી કચેરી દ્વારા અને ઝઘડિયા ગ્રામ પંચાયત ના સૌજન્ય થી યોજાયેલ કેમ્પમાં ઝઘડિયાની આજુબાજુ લિમોદરા,મોટા સાંજા,રાણીપુરા,ઉચેડિયા,કરાડ, વાઘપુરા,વંઠેવાડ થી મોટી સંખ્યામાં વિવિધ શારીરિક પીડાથી ત્રસ્ત દર્દીઓ આવ્યા હતા.
આ કેમ્પમાં સ્વાસ્થ્ય વર્ધક ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ૨૫૦૦ જેટલા લોકોએ લાભ લીધો હતો. ૨૫૦ જેટલા દર્દીઓએ આયુર્વેદિક સારવાર કરાવી દવા લીધી હતી.૧૧૦ દર્દીઓએ હોમિયોપેથીક ઉપચાર કરાવ્યો હતો. કેમ્પમાં શરીરની તમામ બીમારીઓ પેટના રોગ જેવાકે અપચો,ભૂખ ના લાગવી, એસીડીટી,કબજિયાત વિગેરે રોગની સારવાર કરાવી હતી. સ્ત્રીઓના રોગ, સાંધાના રોગો, સંધિવા,ચામડીના રોગો ખાસ,ખરજવું,સોરાયસીસ જેવા રોગો તપાસી ઉપચાર બતાવી દવા આપવામાં આવી હતી.