Western Times News

Gujarati News

ઝઘડિયા ખાતે ITI કર્મચારીઓએ બે માંગણીઓ બાબતે મામલતદારને આવેદન આપ્યું

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આજરોજ આઈટીઆઈ કર્મચારીઓ દ્વારા ઝઘડિયા મામલતદારને તેમની પડતર માંગણીઓ બાબતે આવેદન આપ્યુ હતું અને આવેદનમાં રજુ કરાયેલ તેમની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા અરજ કરી હતી.

ગુજરાત રાજ્ય કારીગર તાલિમ યોજના કર્મચારી મંડળ વર્ગ ૩ ના નેજા હેઠળ અપાયેલ આવેદનપત્રમાં કર્મચારીઓએ તેમની બે પડતર માંગણીઓ બાબતે રજુઆત કરી હતી.આવેદનમાં જણાવાયા મુજબ આઈટીઆઈના ઈન્સ્ટ્રકટરોનું પગારધોરણ દરેક રાજ્યોમાં એકસરખો કરવા દરેક રાજ્યોના શ્રમ અને રોજગાર વિભાગોને સુચિત કરેલ છે.

અન્ય વિભાગોના સમકક્ષ કર્મચારીઓને આ અંગે જે લાભ મળે છે તે મુજબ ગુજરાત રાજ્યની આઇટીઆઇના ઈન્સ્ટ્રકટર અને આસિસ્ટન્ટ સ્ટોર કિપરના પગારધોરણમાં સુધારો કરવા માંગણી કરવામાં આવી હતી.ઉપરાંત રોજગાર અને તાલિમ ખાતામાં ૨૦૨૧ માં નિમણૂંક પામેલા સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરના પ્રથમ બે વર્ષ ઉચ્ચક માનદ વેતન રૂ.૪૫૦૦ મુજબ અજમાયશી નોકરીનો સમયગાળો ગણેલ હતો.

જ્યારે ૨૦૨૧ માં જે સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરોની કૌશલ્ય સહાયક તરીકે નિમણૂંક કરેલ હતી તેઓને અજમાયશી સમયના ૨ વર્ષ સળંગ ગણેલ નથી, તેથી આઈટીઆઈના આ સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરોને પ્રથમ બે વર્ષનો અજમાયશી સમયગાળો સળંગ ગણીને ઉચ્ચતર પગારધોરણનો લાભ આપવા આવેદનમાં રજુઆત કરવામાં આવી હતી.

કર્મચારીઓ દ્વારા તેમના પડતર પ્રશ્નો બાબતે સકારાત્મક ઉકેલ લાવવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.