ઝઘડિયા ગામમાં કરોડોના ખર્ચે બનેલ સુએજ લાઈન લીકેજ થતા રોડ પર પાણી ફરી વળ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/01/IMG_20210114_201849_304-scaled.jpg)
હનુમાન ફળિયામાં છેલ્લા કેટલા દિવથી મોટાપાયે ગટર ઉભરાય ફળિયા ના રહીશોના આંગણામાં ગંદકી થઈ ખુબ વાસ મારતુ હોય તેમ છતાં સ્થાનિક તંત્ર, તાલુકા તંત્ર દ્વારા કોઈ દરકાર કરવામાં આવતી નથી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા – સુલતાનપુરા ગ્રામ પંચાયત, ઝઘડિયા આરોગ્ય વિભાગ,ઝઘડીયા મામલતદાર, ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારી,ઝઘડિયા પ્રાંત અધિકારી સહિતના જવાબદાર વિભાગો વારંવાર લીકેજ થતી ઝઘડિયાની સુએજ ગટર લાઈન તથા રહીશો દ્વારા થતી ફરીયાદો પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે અને કાયમી કોઈ હલ આ ગંદકી સાથે ભ્રષ્ટાચાર થી ખદબદતી ગટર લાઈનનુ નિરાકરણ લવાતું નથી!
ઝઘડિયા ગામ માં છેલ્લા કેટલાક સમય પહેલા પ્રજાના પૈસે ગામમાં સુએજ ગટર લાઈન બનાવવામાં આવી હતી.જે વારંવાર જાહેર રસ્તા ઉપર લીકેજ થતી હોય જવાબદાર ગ્રામ પંચાયતથી લઈ જીલ્લા કક્ષા સુધીનાઓ આ ગટર લાઈનની ખરાબ કામગીરી અને વારંવાર થતી લિકેજના પરત્વે બેદરકારી દાખવી રહ્યા છે.
હાલમાં આ સુએજ ગટર લાઈન ઝઘડિયાના હનુમાન ફળિયામાં ખૂબ મોટા પ્રમાણમાં લીકેજ થઈ રહી છે અને છેલ્લા કેટલા સમયથી આ સુએજ ગટર લાઇનનું ગંદુ ગંધાતું પ્રદૂષિત પાણી જાહેર રોડ પર રોજિંદુ ફેલાઈ રહીશોના આંગણામાં તિવ્ર દુર્ગંધ મારી રહ્યું છે
તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા જાગૃત નાગરિકોની ફરિયાદ મળ્યા બાદ પણ કોઈ પગલાં ભરવામાં આવતા નથી અને તમામ જવાબદારો એકબીજા પર ઠીકરા ફોડી રહ્યા છે.કોર્ટ રોડ પર લીકેજ થયેલ સુએજ ગટર લાઈન બાબતે હનુમાન ફળિયાના રહીશો ગ્રામ પંચાયતથી લઈ જીલ્લા મથક સુધી આ બાબતની જાણ કરી હોવા પછી પણ હજી સુધી લીકેજ સુએજ ગટરલાઈનુ સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી.જે એક તાલુકા મથકની સમસ્યા શરમજનક ગણી શકાય,પરંતુ નેતાઓને આ બધી ક્યાં પડેલી છે!
તેમને તો પ્રજાને મૂર્ખ બનાવી મત મેળવવામાં જ રસ છે અને હોંશે હોંશે સત્તા હાસિલ કરી લેવી છે પરંતુ નાગરિકોના સળગતા પ્રશ્નો બાબતે મૌન સેવી રહી છે જે લોકશાહી માટે ખતરારૂપ ગણાવી શકાય.હનુમાન ફળિયાના નાગરિકોએ તંત્રને જાણ કરી હોવા પછી પણ છેલ્લા કેટલા દિવસોથી સમસ્યાનુ નિરાકરણ આવતું નથી જો સત્વરે વારંવાર લીકેજ થતી સુએજ ગટર લાઈનનુ કાયમી ધોરણે નિરાકરણ નહીં લાવે તો ઝઘડિયાના ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.