ઝઘડિયા GIDCની હિન્દુસ્તાન કોપરમાંથી થયેલ હુકની ચોરીમાં ત્રણની અટકાયત
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસીની હિન્દુસ્તાન કોપર Hindustan copper કંપનીમાંથી ચોરાયેલ હુકની ઘટનામાં કંપનીના બે સિક્યુરિટી ગાર્ડ Security guards સહીત વધુ ત્રણ આરોપીની ઝઘડિયા પોલીસે ધરપકડ કરી છે.આજ ઘટના માં ગતરોજ રાજપારડી પોલીસે Rajpardi Police ચોરાયેલ મુદ્દામાલ,મારુતિવાન સહીત ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. ઝઘડિયા પોલીસે ધરપકડ કરેલ વધુ ત્રણ આરોપીઓ સાથે હુક ચોરી ઘટનામાં કુલ સાત આરોપીઓ ની ધરપકડ થઈ ચુકી છે.તપાસ કરતા ઝઘડિયા પોલીસના અધિકારી જણાવ્યું છે કે કોપર ચોરીની ઘટનામાં વધુ છ જેટલા ઈસમો શંકાના દાયરામાં છે.
ઝઘડિયા જીઆઈડીસીમાં Jhagadia GODC આવેલ હિન્દુસ્તાન કોપર લિમિટેડ ભારત સરકારના અંડર ટેકીંગમાં ચાલતો પ્લાન્ટ છે.આ કંપનીમાં કોપરના કેથોડ બને છે. હિન્દુસ્તાન કોપર માં અવારનવાર ચોરીની ઘટનાઓ બનતી રહે છે.ગતરોજ કંપનીના મેનેજર નીતિન તીયાએ કંપનીના પ્લાન્ટમાંથી નવ નંગ કોપરના હુક જેની કિંમત ૬૧,૨૦૦ ચોરી થયાની ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાવી હતી.
બીજી તરફ ગતરોજ રાજપારડી પોલીસે એક મારૂતીવાન કોપર સાથે ૧,૪૬,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી હતી અને ચાર ઈસમો મિતેષ વસાવા,નિલેશ વસાવા,સંજય વસાવા, સંદીપ વસાવા તમામ રહે.મોરણ તા.ઝઘડિયાની અટકાયત કરી હતી.રાજપારડી પોલીસે ચારેય આરોપી સહીત મુદ્દામાલ ઝઘડિયા પોલીસને સોંપ્યો હતો.ઝઘડિયા પોલીસે રાજપારડી પોલીસે ધરપકડ કરેલ ચારેય આરોપીઓની પૂછપરછ હાથ ધરેલ ત્યાર બાદ વધુ બે કંપની સિક્યુરિટી સહિત ત્રણ આરોપીઓને ધરપકડ કરી છે.
ઝઘડિયા પોલીસે હિન્દુસ્તાન કોપરના સેક્યુરિટીગાર્ડ નરેશ તન્વર, આસિફઅલી તથા મોરણ ગામના વધુ એક સગીર વયના આરોપીની ધરપકડ કરી છે. ઝઘડિયા પોલીસે વધુ ત્રણ આરોપીઓ ની સધન પૂછપરછ બાદ કોપર ચોરીમાં વધુ છ જેટલા ઈસમો સંડોવાયેલા હોવાની આશંકા સેવી રહી છે. કોપર ચોરી ઘટનામાં રાજપારડી અને ઝઘડિયા પોલીસે મળી મિતેષ સુરેશ વસાવા,નિલેશ રમણ વસાવા,સંદીપ કિરણ વસાવા,સંજય મનસુખ વસાવા અને એક સગીર યુવક તમામ રહેવાસી મોરણ તા.ઝઘડિયા તથા કંપનીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા બે નરેશ મહેન્દ્રસિંગ તન્વર તથા આસિફ અલી ની ધરપકડ કરી છે. *