ઝઘડિયા જીઆઈડીસી ની બિરલા સેન્ચુરી દ્વારા ઝઘડિયા મઢી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
(પ્રતિનિધિ) ભરૂચ, દિવસે દિવસે પૃથ્વી પરની આબોહવા બગડી રહી છે ત્યારે બગડતી જતી આબોહવા બચાવવા અને ભૂજળ બચાવવા વૃક્ષ વાવ્યા સિવાય કોઈ વિકલ્પ નથી.ઝઘડીયા જીઆઈડીમાં આવેલ બિરલા સેન્ચુરી કંપની દ્વારા જિલ્લામાં ગ્રીન કવર વધારવાના પ્રયાસ રૂપે તાલુકા ભરમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે. ગત રોજ ઝઘડિયા ના સુપ્રસિદ્ધ મઢી આશ્રમ ખાતે નર્મદા કિનારે સ્મશાન જવાના રોડ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.વૃક્ષારોપણ કાર્યક્રમમાં બિરલા સેન્ચુરીનાં સીઓઓ એસ.કે.મોહંતો,નાયબ મામલતદાર નવનીતભાઈ પટેલ,કંપનીના અન્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે નર્મદા કિનારા પર વિવિધ વૃક્ષઓના પ્લાન્ટ રોપ્યા હતા.જેમાં પીપળો,વડ,જાંબુડો,સાગ,સરગવો વિગેરે જાતિના વૃક્ષઓના પ્લાન્ટ રોપી તેને ટ્રી ગાર્ડ લગાવ્યા હતા.*