Western Times News

Gujarati News

ઝઘડિયા જીઆઈડીસી માંથી એચ.સી.એલ ભરી નીકળેલું ટેન્કર ફૂલવાડી કપલસાડી વચ્ચે પલ્ટી ખાઈ ગયું

ટેન્કર પલ્ટી થવાના કારણે આજુ બાજુમાં તીવ્ર દુર્ગંધ ફેલાય હતી. : ટેન્કર પલ્ટી થતા ચાલાક કેબિનમાં ફસાઈ જતા સ્થાનિકોની મદદ થી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો.

ભરૂચ: ઝઘડિયા જીઆઈડીસીની ડીસીએમ કંપની માંથી એચ.સી.એલ નો જથ્થો ભરી નીકળું હતું.ફૂલવાડી અને કપલસાડી ગામ વચ્ચે ટેન્કર ચાલકની બેદરકારીના કારણે ટેન્કર પલ્ટી થઈ ગયુ હતું.ટેન્કર પલ્ટી થવાના કારણે એચ.સી.એલ રોડ પર અને રોડની બાજુમાં આવેલા ખેતરમાં વહી ગયું હતું.ટેન્કર પલ્ટી થતા ટેન્કરનો ચાલાક કેબિનમાં ફસાઈ ગયો હતો.સ્થાનિકોની મદદથી તેને હેમખેમ બહાર કાઢયો હતો.કંપની સંચાલકોએ ટેન્કર ચાલાક વિરૃદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ડીસીએમ શ્રી રામ લિમિટેડ ફ્લોર અલ્કલી કેમિકલનું ઉત્પાદન કરે છે. ગતરોજ સવારે અગિયાર વાગ્યાના અરસામાં કંપની માંથી એક ટેન્કર એચ.સી.એલ નો ૧૭.૮૨૦ કી.ગ્રા જથ્થો ભરી નીકળું હતું.સાંજના આશરે ૬.૩૦ ની આસ પાસ આ ટેન્કર ફૂલવાડી થી પસાર થઈ થોડે આગળ જઈ કપલસાડી તરફ જતું હતું.

ટેન્કર ચાલકે ટેન્કરને પુરઝડપે અને બેફિકરાઈ થી ચલાવતા ટેન્કર વળાંકમાં પલ્ટી ખાઈ ગયું હતું.ટેન્કર પલ્ટી થતા કપલસાડી રોડ પર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.ટેન્કર પલ્ટી થતા તેમાં ભરેલ એચ.સી.એલ રોડ પર અને રોડની બાજુમાં આવેલ બાલુભાઈ ખુશાલભાઈના ખેતરમાં ઢોળાઈ વહી ગયું હતું. અંકલેશ્વર તરફ થી જીઆઈડીસીમાં આવતા તમામ વાહનોને વાયા ઝઘડિયા થઈ જીઆઈડીસીમાં ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.ટેન્કર પલ્ટી થતા તેનો ચાલાક ટેન્કરના કેબિનમાં ફસાઈ ગયો હતો.જેઓ ને સ્થાનિકોએ સુરક્ષિત બહાર કાઢ્યો હતો.

તેને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાયો છે.આ બાબતે  કંપનીના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડન્ટ કમલ નાયકે ટેન્કર ચાલક સંદેશ સુધઈ ખારવાર વિરૃદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.આ બાબતે કંપની એ જણાવ્યું હતું કે ટેન્કર માંથી ઢોળાયેલ એચ.સી.એલ ની તીવ્રતાને કંટ્રોલ કરવા સોડા એસ નો છંટકાવ કરવામાં આવ્યો હતો અને એચ.સી.એલ પ્રદુષિત માટી કંપનીમાં ટ્રકો દ્વારા લાવવામાં આવી હતી અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા બેઈલ કંપનીમાં મોકલવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.