ઝઘડિયા જીઆઈડીસી માંથી વગર પાસ પરમિટનું લોખંડનો ભંગાર લઈ જતી પીકઅપ ઝડપાય
(તસ્વીર: વિરલ રાણા, ભરૂચ)
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસી માંથી વગર પાસ પરમીટ નો લોખંડ નો ભંગાર નો સમાન લઈ જતા બે ઈસમો સહીત પીકઅપ તથા મુદ્દામાલ કબ્જે કર્યો છે.પોલીસે પીકઅપ,લોખંડ નો ભંગાર, રોકડ રૂપિયા, મોબાઈલ મળી ૪,૨૪,૭૨૦ નો મુદ્દામાલ કબ્જે કરી બે ઈસમોની ધરપકડ કરી છે.
ગતરોજ ઝઘડિયા પોલીસ જીઆઇડીસી ખાતે વાહન ચેકિંગમાં હતી ત્યારે એક પીકઅપ સરદારપુરા ફાટક પાસે થી અંકલેશ્વર તરફ જતી હતી ત્યારે ચેકીંગ માટે તેને ઉભી રાખી હતી. પીકઅપમાં લોખંડનો ભંગાર ગેસ કટર વડે કાપેલો જણાતો હતો.પીકઅપ ચાલાક વિનોદ જીતુપાલ ને ભંગારના સામાન પાઈપ, ચેનલ,જાળી વિગેરેની પાસ પરમીટ માંગતા ચાલકે ઉડાઉ જવાબ આપી ગલ્લા તલ્લાં કર્યા હતા.જેથી પોલીસને આ ભંગાર છળકપટ થી મેળવેલ હોવાનું જણાતા પોલીસે પીકઅપના ચાલાક તથા ક્લીનર ની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો છે.પોલીસે પીકઅપ,ભંગાર નો સમાન,રોકડા રૂપિયા,મોબાઈલ મળી ૪,૨૪,૭૨૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.ઝઘડિયા પોલીસે (૧) વિનોદપાલ જીતુપાલ રહે.પટેલ નગર અંકલેશ્વર (૨) સુનિલ રામશંકર અગ્રહારિ પટેલ નગર વિરૃદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.*