ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે ટ્રક અને વાન પાર્કિંગ બાબતે ટ્રક ચાલક પર તલવાર વડે હુમલો
ટ્રક ચાલાક તેની ટ્રક ઘર પાસે મુકતો હોઈ હુમલાખોરને પસંદ નહોતું જેથી તેના પાડોસી સાથે વાન મુકવા બાબતે ઝઘડો ચાલતો હતો જેમાં ટ્રક ચાલાક વચ્ચે પડતા તેના પર તલવાર વડે હુમલો કર્યો હતો.
હુમલામાં ટ્રક ચાલકને હાથના ભાગે તથા બોચીના ભાગે ઈજાઓ થતા લોહી નીકળું હતું.
ભરૂચ: ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના એક ટ્રક ચાલાક તથા મારુતિવાન ના માલીક તેમાં ઘર પાસે વાહનો મુકતા હોઈ તેમાં ફળિયાના હરેશ પાટણવાડિયાને પસંદ નહિ હોઈ વાન માલીક સાથે બોલાચાલી કરતા ટ્રક ચાલાક વચ્ચે પડ્યો હતો જેથી ઉશ્કેરાયેલ હરેશ પાટણવાડિયાએ તલવાર વડે ટ્રક ચાલાક પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી.
ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના મહાકાળી નગરમાં રહેતો અજિત છીતુભાઇ ઠાકોર ભરૂચની ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. અજિતની બાજુમાં શૈલેષ સોલંકી રહે છે જેની પાસે વાન છે.
ગતરોજ અજિત તેના ખેતરે થી આવ્યો ત્યારે તેમના ફળિયાનો હરેશ મગન પાટણવાડીયા શૈલેષ સોલંકીની વાનમાં ઇંટો મારતો હતો અને તેની સાથે બોલાચાલી કરતો હતો. અજિત તે સમયે ઘરમાંથી બહાર નીકળી હરેશને પૂછ્યું કે શુ થયું છે ? તેમ કહેતા હરેશે કહ્યું કે મારે તમારી સાથે કશુ નથી તેમ કહી તેના ઘરે ગયેલો અને તલવાર લઇ આવેલ હતો. હરેશે અજિતને ઉશ્કેરાઈ જઈ તલવારનો ઝાટકો મારતા હરેશને હાથના ભાગે વાગ્યું હતું.
આ ઉપરાંત અજિતને બોચીના ભાગે તેમજ કાન ના ભાગે ઈજાઓ થઇ હતી અને તેને લોહી નીકળતું હતું. અજિતભાઈના છોકરા વિશાલ તથા પરેશ આવી જતા હરેશના હાથમાંથી તલવાર ખુંચવી લીધી હતી. અજિત છીતુભાઇ ઠાકોરે હરેશ મગન પાટણવાડીયા વિરૃદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અજિતે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતુંકે તેની ટ્રક અને શૈલેષભાઈની વાન ઘર પાસે મુકતા હોઈ તેની રીસ રાખી ઝઘડો કર્યો હતો.