ઝઘડિયા તાલુકાના ગોવાલી નર્મદા કિનારે ફરવા ગયેલા ત્રણ પૈકી બે ઈસમો નદીમાં નહાવા પડતાં ૧૪ વર્ષનો છોકરો ડૂબ્યો
બે પૈકી એકને બચાવી લેવાતા એક ડૂબી જતાં આજે સવારે તેની લાશ મળી આવી હતી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: અંકલેશ્વર તાલુકાના મીરાનગર ભરવાડ ફળીયામાં રહેતા ભરત મીઠાભાઈ મારૂ ઉંમર વર્ષ ૧૪ તથા લવઘણ સારાભાઈ ભરવાડ અને ગોપાલ સાજનભાઈ સિંધવ નાઓ ગતરોજ ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના બેટ ખાતે ફરવા માટે ગયા હતા.ગોવાલી બેટ ખાતે ફરવા ગયેલા પૈકી ભરત તથા ગોપાલ નર્મદા નદીમાં નાહવા માટે ઉતર્યા હતા.તે દરમ્યાન ભરત તથા ગોપાલ નર્મદામાં ડૂબતા હતા તે દરમ્યાન લવઘણે ગોપાલ ને ડૂબતો બચાવી લીધો હતો.જ્યારે ભરતનો કોઈ પત્તો નહી લાગતા તે નર્મદામાં ડૂબી ગયો હતો. ભારે શોધખોળ બાદ પણ તેની લાશ મળી ન હતી. ઘટનાના ૧૨ કલાક બાદ ભરત મીઠાભાઈ મારૂ ની લાશ આજે વહેલી સવારે ગોવાલી બેટ ખાતેથી મળી આવી હતી.૧૪ વર્ષીય ભરત મીઠાભાઈ મારૂ ડૂબી જવાની ઘટનાની જાણ તેના કાકા રાજુભાઈ છેલાભાઈ ભરવાડ રહે.સારંગપુર અંકલેશ્વર નાઓએ ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાવી હતી.