ઝઘડિયા તાલુકાના મોરણ ગામે તું મારી માતાને કેમ બેસાડે છે તેમ કહી યુવકે મહિલા પર હુમલો કર્યો

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકાના મોરણ ગામે રહેતી મીરાબેન ગણેશભાઈ વસાવા છુટક મજુરી કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે.ગતરોજ મીરાબેનના ઘરે તેના ઘરની સામે રહેતી ચંપાબેન વસાવા બેસવા આવેલા અને તેઓ વાતચીત કરતા હતા.તે વખતે ચંપાબેનનો છોકરો નરેશ વસાવા મીરાબેનના ઘરે આવીને તેની માતા ચંપાબેનને કહેવા લાગેલા કે ચાલ મને જમવાનું બનાવી આપ એમ કહેતા ચંપાબેન મીરાબેનના ઘરેથી તેમના ઘરે જતા રહ્યા હતા.
ત્યારે નરેશ મીરાબેન ને કહેવા લાગેલ કે તું મારી માતાને કેમ બેસાડે છે? એમ કહેતા મીરાબેન જણાવેલ કે તારે મારા ઘરે આવવાનું નહીં અને તારી મમ્મી ચંપાબેનને તું કેમ હેરાન કરે છે? તેમ કહેતાં નરેશ એકદમ ઉશ્કેરાઈ જઇ મીરાબેનને માં બેન સમાણી ગાળો દેવા લાગ્યો હતો અને ઉશ્કેરાટમાં ઘર માંથી એક લાકડી લાવીને મીરાબેનને માથાના ભાગે સપાટો મારી દેતાં લોહીલુહાણ થયા હતા.
મીરાબેન બુમાબુમ કરતા નરેશ ત્યાંથી ભાગી ગયો હતો.ત્યાર બાદ મીરાબેનનો પુત્ર પિયુષ આવી મીરાબેનને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે અને વધુ સારવાર અર્થે ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો.મીરાબેન ગણેશભાઈ વસાવાએ નરેશ ગુમાનભાઈ વસાવા રહે. મોરણ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.