ઝઘડિયા તાલુકાના વેલુગામ ખાતે ગણિત – વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના વેલુગામ ખાતે સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું.પાંચ વિભાગની શાળાઓ દ્વારા કુલ ૨૧ કૃતિઓ રજુ કરવામાં આવી હતી જેમાં કૃષિ અને સજીવ ખેતી નામની કૃતિ માં અશા શાળા પ્રથમ ક્રમાંકે રહી હતી.
ઝઘડિયા તાલુકાના વેલુગામ ખાતે જીસીઈઆરટી અને ડાયેટ ભરૂચ આયોજિત સીઆરસી કક્ષાનું વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન પાણેથા સીઆરસી ગ્રૂપનું પ્રાથમિક મિશ્રશાળા વેલુગામ ખાતે યોજાયું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજુ કર્યું હતું. શાળાના આચાર્ય સરોજબેને પ્રારંભિક ઉદબોધન કર્યું. ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં પાંચ વિભાગની શાળાઓમાંથી કુલ ૨૧ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. પ્રદર્શનમાં ઉપસ્થિત મહેમાનો, ગ્રામજનો, વિદ્યાર્થીઓએ રજુ કરાયેલ કૃતિઓ ખુબ રસ પૂર્વક નિહાળી હતી. પ્રદર્શનના અંતમાં રજૂ કરાયેલ ૨૧ કૃતિઓ પૈકી પાંચ કૃતિઓ શ્રેષ્ઠ જાહેર કરવામાં આવી હતી જેમાં પ્રથમ ક્રમાંકે કૃષિ અને સજીવ ખેતી પ્રાથમિક શાળા અશા, બીજા ક્રમાંકે સ્વાસ્થય અને સ્વચ્છતા માં પ્રાથમિક શાળા મોટા વાસણા, ત્રીજા ક્રમાંકે સંશાધન અને વ્યવસ્થાપનમાં કુમાર શાળા પાણેથા, ચોથા ક્રમાંકે ઔદ્યોગિક વ્યસ્થાપનમાં પ્રાથમિક શાળા ઇન્દોર,પાંચમા ક્રમાંકે પરિવહન અને પ્રત્યાયનમાં કન્યા શાળા પાણેથા વિજેતા જાહેર થયા હતા. વિજેતા થયેલ શાળાઓ હવે તાલુકા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે.પ્રદર્શનમાં વેલુગામના ઉપસરપંચ મહેન્દ્રસિંહ પાંજરોલિયા, સીઆરસી દિલીપસિંહ ઘરીયા, ગ્રુપ શિક્ષક દિનેશભાઇ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.*