ઝઘડિયા તાલુકાના સેલોદ તથા ઝઘડીયા ગામે કોરોનાના બે પોઝિટિવ કેસ આવ્યા
સેલોદ ગામ ખાતે પટેલ ફળિયામાં રહેતા અને ઝઘડીયા જીઆઈડીસીની કંપનીમાં ફરજ બજાવતા યુવકને તથા સેવા રૂરલ સંચાલીત શારદાકુંજ સોસાયટીમાં રહેતા જેસપોર પીએચસીના આરોગ્ય સુપરવાઈઝરના કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે.
ઝઘડિયા તાલુકાના સેલોદ તથા ઝઘડીયા ગામ ખાતે કોરોના પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
પટેલ ફળિયા ખાતે રહેતા ચિરાગ પટેલને તથા ઝઘડીયાની શારદાકુંજ સોસાયટીમાં રહેતા ભરત પટેલને કોરોના પોઝિટિવ આવ્યો છે.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકામાં દિવસે-દિવસે કોરોનાનુ બળ વધી રહ્યું છે.ઝઘડિયા તાલુકાના ઝઘડીયા, રાજપારડી, ઉમલ્લા, અછાલીયા,દુ:વાઘપુરા, બલેશ્વર, દુ:બોરીદ્રા, સુલતાનપુરા બાદ ઝઘડિયાના સેલોદ ગામમાં કોરોના પોઝિટિવ આવતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે.ઝઘડિયા તાલુકાના સેલોદ ગામે રહેતા ચિરાગ મહેન્દ્રભાઈ પટેલને કોરોના કેસ આવ્યો છે.ચિરાગ પટેલ તેના ગામની બાજુમાં જ આવેલ ઝઘડીયા જીઆઈડીસીની એક કંપનીમાં ફરજ બજાવે છે જે કંપનીમાં ૧૫ થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ આવી ચૂક્યા છે.સેવા રૂરલ સંચાલીત શારદાકુંજ સોસાયટીમાં રહેતા અને જેસપોર પીએચસીના આરોગ્ય સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ પરસોતમભાઈ પટેલને કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે.
ધારોલી પીએચસી માં સમાવિષ્ટ સેલોદ તથા ઝઘડીયા પીએચસી માં સમાવિષ્ટ શારદાકુંજ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતાના પગલાં લેવામાં આવ્યા છે.આરોગ્ય વિભાગ દ્વારા પટેલ ફળિયા સેલોદ તથા શારદાકુંજ સોસાયટી ઝઘડીયા વિસ્તારના પરિવારોનો આરોગ્ય સર્વે કરી તેમને જરૂરી માર્ગદર્શન, સૂચનો તથા દવાઓ પુરી પાડવામાં આવી છે.જ્યારે સેલોદ તથા ઝઘડીયા ગામના કોરોના પોઝિટિવ દર્દી ચિરાગ પટેલ તથા ભરત પટેલને કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે તથા તેના પરિવારના સભ્યોને હોમ કવોરેંટાઇન કરવામાં આવ્યા છે.સેલોદ પટેલ ફળિયામાં પ્રવેશનો એકમાત્ર માર્ગ સ્થાનિક પંચાયત તથા આરોગ્ય વિભાગ તથા ઝઘડિયા પોલીસ વિભાગની મદદ વડે બંધ કરવામાં આવ્યો છે.ઝઘડિયા પંથકમાં દિવસે દિવસે વધતા કોરોના પોઝિટિવ કેસ ના કારણે તાલુકા વાસીઓ માં કોરોના પ્રત્યે ભયનો માહોલ વધી રહ્યો છે.