ઝઘડિયા તાલુકામાં ગામે ગામ ૭૧માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી
ભરૂચ: ઝઘડિયાના ફૂલવાડી ગામ ખાતે તાલુકા કક્ષાના ધ્વજવંદનનના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું ઝઘડિયા નાયબ કલેક્ટર પી.એલ.વિઠાની ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું
ઝઘડિયાના ફૂલવાડી ગામે તાલુકા કક્ષાના ૭૧માં ગણતંત્ર દિવસની ઉજવણી ખુબ ઉત્સાહ પૂર્વક કરવામાં આવી હતી.ઝઘડિયા ના નાયબ કલેક્ટર પી.એલ. વિઠાની ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.ધ્વજવંદન કાર્યક્રમ સાથે સાથે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વાર વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રોમો યોજાયા હતા.
આ પ્રસંગે ફૂલવાડી ખાતે નાયબ કલેક્ટર પી.એલ.વિઠાની,ઝઘડિયા મામલતદાર જે.એ.રાજવંશી ગામના સરપંચ,ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ઝઘડિયાના રાજપારડી,ઉમલ્લા, પાણેથા,ઈન્દોર,ભાલોદ,જેસપોર,કડવાળી, જીએમડીસી રાજપારડી, સરકારી વિનયન કોલેજ રાણીપુરા,તાલુકા પંચાયત કચેરી, સેવા સદન,ધારોલી,તલોદરા,ગોવાલી જેવા તમામ ગામોની પ્રાથમિક શાળાઓમાં ખુબ ઉત્સાહ પૂર્વક અને આન બાન અને શાનથી ગણતંત્ર દિવસ ઉજવાયો હતો.વહેલી સવારે શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા ગામના ફાળિયાઓમાં દેશ ભક્તિના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. તરીંગને સલામી બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો,વકૃત્વ સ્પર્ધા ના આયોજન શાળાના સંચાલકો દ્વારા કરવામાં આવ્યા હતા.ગણતંત્રનો દિવસ આખો દિવસ દેશભક્તિમયી બની રહ્યો હતો.