ઝઘડિયા તાલુકા રોહિત સમાજ દ્વારા પ્રથમ પરિચય પસંદગી મેળો યોજાયો

ઝઘડીયા એ.પી.એમ.સી ના હોલ માં યોજાયેલ પરિચય પસંદગી મેળામાં ૧૨૦ થી વધુ યુવક યુવતીઓ ઉપસ્થિત રહ્યા.
ભરૂચ: ઝઘડિયા તાલુકા રોહિત સમાજ દ્વારા લગ્નોઉત્સુક યુવક યુવતીઓ માટે તાલુકાનો પ્રથમ પરિચય પસંદગો મેળો યોજાયો હતો. ઝઘડિયા એ.પીએમ.સી ના પટરાંગણ માં આવેલ હોલમાં યોજાયેલ પ્રથમ યુવક યુવતી પરિચય પસંદગી મેળામાં તાલુકા ભરમાંથી ૧૨૦ થી વધુ યુવક યુવતીઓ ઉપસ્થિત રહી એકબીજા સાથે પરિચય કેળવ્યો હતો. જીલ્લાભર માંથી રોહિત સમાજના આગેવાનો પ્રથમ પરિચય પસંદગી મેળા ના આયોજનને પ્રોત્સાહન આપવા આવી પહોંચ્યા હતા.
રોહિત સમાજ દ્વારા લગ્નોઉત્સુક યુવક યુવતી પરિચય પસંદગી મેળા ને અનિવાર્ય ગણી તેનાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ફાયદો થાય જ છે
તેમ માની અને એક જગ્યાએ ઉપસ્થિત રહી ઓછામાં ઓછા ખર્ચે પાત્ર પસંદગીની ઉમદા તક મળતી હોઈ છે તેમ માની ઝઘડિયા તાલુકા કક્ષાએ યુવક યુવતીઓનો પરિચય પસંદગી મેળાનું આયોજન પ્રથમ વખત રોહિત સમાજ ઝઘડિયા દ્વારા ૨૬મી જાન્યૂઆરી ના રોજ કરવામાં આવ્યું હતુ.લગ્નોઉત્સુક પરિચય પસંદગી મેળાનું આયોજન ઝઘડિયા એપીએમસી ખાતે કરવામાં આવ્યું હતું
સંત શિરોમણી રૈદાસ એન્ડ યુગાવતાર ડો.આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ સંચાલિત ભરુચ જિલ્લા રોહિત સમાજ ના આ પરિચય પસંદગી મેળામાં મોટી સંખ્યામાં સમાજના લોકો આગેવાનો યુવાનો મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. ૧૨૦ જેટલા યુવક અને યુવતીએ મેળામાં લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું આ પ્રસંગે ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા,ભરૂચ જિલ્લા રોહિત સમાજના પ્રમુખ છગનભાઈ ગોડીગજબર,પ્રભુદાસ મકવાણા,ઝઘડિયા તાલુકા રોહિત સમાજના પ્રમુખ રાજુભાઈ પરમાર,ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.