ઝઘડિયા પંથકમાં જાહેરનામા નો ભંગ કરનાર ૩૩ વિરુદ્ધ તમામ કાર્યવાહી કરવામાં આવી.
તંત્ર દ્વારા આપવામાં આવેલ છૂટછાટ ના સમય દરમ્યાન ઉપરાંત દુકાન ચલાવતા ઈસમો વિરુદ્ધ,જાહેરમાં રખડતા ઈસમો વિરુદ્ધ અને માસ પહેર્યા વગરના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી
જીલ્લા એલ.સી.બી, ઝઘડિયા પોલીસ અને ઉમલ્લા પોલીસ દ્વારા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ભરૂચ, ઝઘડિયા તાલુકામાં જાહેરનામાનો ભંગ કરનાર ૮ દુકાનદારો,૨૦ જાહેરમાં રખડતા અને માસ પહેર્યા વગર નિકળેલ ૫ ઈસમો વિરુદ્ધ મળી કુલ ૩૩ વિરૂદ્ધ જિલ્લા એલ.સી.બી,ઝઘડિયા પોલીસ,ઉમલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દેશભરના લોકડાઉનનો પ્રથમ તબક્કો પૂરો થયો છે અને બીજા તબક્કાનો ૧૯ દિવસનો લોકડાઉન શરૂ થયું છે. લોકડાઉન દરમિયાન તમામ લોકોએ જાહેરનામાનો અમલ કરવાનું સૂચન તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ આમ લોકો યેનકેન પ્રકારે જાહેરનામાનો ભંગ કરતાં જણાયા હતા.જાહેરનામાનો કડક અમલ કરાવવા માટે જિલ્લા એલસીબી,ઝઘડિયા પોલીસ તેમજ ઉમલ્લા પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે.
ઝઘડિયા તેમજ ઉમલ્લા પંથકમાં છેલ્લા છ દિવસમાં ૩૩માં વિરુદ્ધ અલગ અલગ રીતે જાહેરનામાનો ભંગ કરતા કાર્યવાહી કરવામાં આવી છે.ઝઘડિયા અને ઉમલ્લા પંથકમાં જાહેરનામા માં આપવામાં આવેલ છૂટછાટના સમયગાળા દરમ્યાન ઉપરાંત દુકાનો ખુલ્લ રાખી વેચાણ કરતા ૮ ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે. છૂટછાટ ના સમયગાળા દરમિયાન માસ પહેર્યા વગર ફરતા ૫ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જ્યારે જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં રખડતા ઈ સમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.