ઝઘડિયા પાસેથી શંકાસ્પદ કેમિકલના જથ્થા સાથે બે ઈસમોને ભરૂચ એલસીબીએ ઝડપી પાડયા
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ રેલવે ફાટક નજીકથી ભરૂચ એલસીબી પોલીસે બોલેરો ગાડીમાં શંકાસ્પદ કેમિકલ ભરેલ બેરલ સાથે બે ઈસમોને ઝડપી પાડી પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉચ્ચ અધિકારીઓ તરફથી ભરૂચ જીલ્લામાં ગુનાઓ બનતા અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓના ભેદ ઉકેલવા જીલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપેલ હતી.તેના અનુસંધાને ભરૂચ એલસીબી પીઆઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એમ.રાઠોડ ટીમ સાથે ગઈકાલે ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.
તે દરમ્યાન બાતમી મળેલ કે અંક્લેશ્વર જીઆઈડીસી માંથી એક બોલેરો ગાડી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરીને ઝઘડિયા તરફ આવનાર છે.એલસીબી ની ટીમે મળેલ બાતમી મુજબ ગુમાનદેવ ફાટક ત્રણ રસ્તા ખાતે વોચ ગોઠવી હતી.દરમ્યાન બાતમી વાળી બોલેરો પીક ગાડી આવતા તેને રોકીને તપાસ તેમાં બેરલ નંગ ૮ ભરેલ હોવાનું જણાયું હતુ.આ બેરલોમાં પીળા કલરનું વાસવાળુ કેમિકલ ૧૬૦૦ લીટર જેટલું ભરેલ હોવાનુ મળી આવ્યું હતું.