ઝઘડિયા પોલીસે એસ.એસ ના ભંગાર ભરેલો ટેમ્પો ઝડપ્યો
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: પોલીસ દ્વારા ટેમ્પા ચાલક પાસે ભંગારનુ બીલ તથા ટેમ્પાના દસ્તાવેજો માંગતા સંતોષકારક જવાબ નહીં મળતા ટેમ્પા સાથે માલ કબજે કરવામાં આવ્યો.
ઝઘડિયા પોલીસે બુધવારે રાત્રે ઝઘડિયા જીઆઈડીસી માથી પેટ્રોલિંગ દરમ્યાન એસ.એસ ના ભંગાળનો ટેમ્પો ઝડપી પાડયો હતો.ઝડપાયેલા ટેમ્પોના ચાલક પાસે ટેમ્પામાં ભરેલા ભંગારનુ ઇનવોઇસ બીલ તથા વાહનના દસ્તાવેજ માંગતા તેણે સંતોષકારક જવાબ નહી આપતા તેને કબજે કરવામાં આવ્યો છે.
ગત બુધવારની રાત્રીએ ઝઘડિયા પોલીસ જીઆઈડીસી વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ બાબતે પેટ્રોલિંગમાં હતા.જે દરમ્યાન જીઆઈડીસીમાં આવેલ ખોડિયાર મંદિર પાસે વાહનોની તપાસ કરતા હતા તે દરમ્યાન એક આઈસર ટેમ્પો ત્યાંથી પસાર થતા તેને અટકાવી તેની તપાસ હાથધરી હતી.
તપાસ દરમ્યાન આઈસર ટેમ્પામાં એસ.એસ સ્ટીલનું ભંગાર ભરેલું હતું.ઝઘડિયા પોલીસે ટેમ્પા ચાલક પાસે ભરેલ સ્ટીલના ભંગારનું ઈનવોઈસ બીલ,ગેટ પાસ તેમજ આઈસર ટેમ્પાના લગતા આરટીઓના કાગળો તથા ચાલકનું લાયસન્સ માંગતા ગલ્લા તલ્લા કરી ઉડાઉ જવાબ આપ્યો હતો.
પોલીસને સંતોષકારક જવાબ નહી મળતા પોલીસને શંકા ઉપજી હતી કે ટેમ્પામાં ભરેલ ભંગાર છળકપટ થી કે ચોરીથી કરી મેળવેલ હશે જેથી ટેમ્પા માં ભરેલ ૨૩૦૦ કિલોગ્રામ ભંગાળ તથા આઈસર ટેમ્પા જપ્ત કર્યો હતો.
એસએસ નું ભંગાર તથા ટેમ્પો મળી પોલીસે પાંચ લાખ પંદર હજારનો મુદ્દામાલ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબજે કર્યો હતો અને ૪૧(૧) ડી મુજબ અટક કરવામાં આવી હતી.જેની સ્ટેશન ડાયરીમાં નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જાણવા મળતી માહિતી મુજબ ઝઘડિયા પોલીસે પકડેલ એસએસ ભંગાળનો ટેમ્પો પકડાયાના ૨૪ કલાક પહેલાં જ મુક્ત કરવામાં આવ્યો હતો.