ઝઘડિયા પોલીસે દેશી દારૂ વેચતા ૧૭ ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી હાથધરી : ૧૭ પૈકી બાર મહિલાઓ
તાલુકાના દઢેડા, કરાડ,ખરચી,મોરણ,માલજીપુરા,શીયાલી,ગોવાલી,કપલસાડી,મુલદ,ખારીયા,દરિયા ગામમાં છાપો માર્યો.
ભરૂચ, ઝઘડિયા પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં તાલુકાના અલગ અલગ ગામોમાંથી દેશી દારૂ વેચનારા ૧૭ ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. કાર્યવાહી કરાયેલ ૧૭ ઈસમો પૈકી તેમાં બાર મહિલાઓનો સમાવેશ થાય છે.
હાલમાં લોકડાઉનની પરિસ્થિતિમાં દેશી દારૂ બનાવતા અને વેચતા ઈસમોને ફાવતી મળી ગઈ છે.ઝઘડિયા તાલુકામાં ખૂબ મોટા પાયે દેશી દારૂનો વેપલો ચાલે છે.
આ દેશી દારૂના વેપલામાં મોટા પાયે મહિલાઓ જોડાયેલી હોય છે.જે પોલીસ દ્વારા કરવામાં આવતી ફરિયાદો ઉપરથી ફલિત થાય છે.ઝઘડિયા પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં ૧૭ ઈસમો વિરુદ્ધ દેશી દારૂના વેચાણ બદલ કાર્યવાહી હાથધરી છે.પોલીસ દ્વારા તાલુકાના દઢેડા,કરાડ,ખરચી,મોરણ,માલજીપુરા,શીયાલી,ગોવાલી,કપલસાડી,મુલદ,ખારીયા,દરિયા ગામમાં છાપો મારી દેશી દારૂ ઝડપી તમામ ૧૭ વિરુધ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે.કાર્યવાહી થયેલ ૧૭ ઈસમોમાં ૧૨ મહીલાઓની સંડોવણી છે.આ ઉપરાંત ઉમલ્લા પોલીસ દ્વારા કોલીયાપાડા, સુથારપુરા,ભાવપુરા ગામે છાપો મારી દેશી દારૂના વેચાણ કરનાર સામે કાર્યવાહી કરી છે.