Western Times News

Gujarati News

ઝઘડિયા વન વિભાગ દ્વારા પકડાયેલ દીપડાના શરીરમાં સોફ્ટવેર ચીપ ફિટ કરવામાં આવી

ભરૂચ:દીપડો પકડાયા બાદ તેનામાં ચીપ ફિટ હશે તો તેને સ્કેનર દ્વારા સ્કેન કરી તેની માહિતી મેળવવામાં આવશે.   સોફ્ટવેર ચીપ ફિટ કરવાથી દીપડો પકડાયા પછી તેને ક્યાંથી છોડવામાં આવ્યો હતો અને ક્યાં ક્યાં ગયો તેની માહિતી મળી શકશે.  સોફ્ટવેર ચીપ ફિટ કરતા સમયે દીપડાની ઓળખ માટે તેનો આઈડી નંબર આપવામાં આવે છે. ઝઘડિયા વન વિભાગ દ્વારા હાલમાં ત્રણ પકડાયેલ દીપડાના શરીરમાં ચીપ ફિટ કરી ફરી તેને જંગલમાં છોડી મુકવામાં આવ્યા છે. ઝઘડિયા રેન્જ ફોરેસ્ટ કચેરી દ્વારા આજુબાજુના વિસ્તારમાંથી પકડાયેલ દીપડા ના શરીરમાં સોફ્ટવેર ચીપ ફિટ કરવામાં આવી રહી છે.

આ ચીપ ફિટ કર્યા પછી દીપડાને છોડી મુક્યા બાદ તે ક્યાં ક્યાં વિસ્તારમાં ફરે છે તે ફરી દીપડો પકડાયા ત્યારે તેને સ્કેન કરી જાણી શકાય છે. હાલમાં ઝઘડિયા રેન્જ ફોરેસ્ટ કચેરી દ્વારા હાલમાં ત્રણ દીપડા પર આ પ્રયોગ કરવામાં આવ્યા છે. વંઠેવાડથી પકડાયેલ બે દીપડા અને આજરોજ વાસણા ગામે થી પકડાયેલ દીપડા માં આ સોફ્ટવેર ચીપ ફિટ કરવામાં આવી હોવાનું ઝઘડિયા રેન્જ ફોરેસ્ટરે જણાવ્યું છે.

ઝઘડિયા પંથકમાં છેલ્લા બે ત્રણ વર્ષ દરમિયાન દીપડાઓની સંખ્યામાં ઉત્તરોત્તર મોટો વધારો થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઝઘડિયાની ફૂલવાડી અને વંઠેવાડની સીમમાં એક સાથે પુખ્ત નર, નારી દીપડો અને તેના ત્રણ થી ચાર બચ્ચા ટહેલતા હોવાનું લોકો જણાવી રહ્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા પણ પીંજરું મૂકી દીપડાને પકડે છે અને બીજે દિવસે ફરી તેને જંગલમાં છોડી મૂકે છે

ફરી કોઈક જગ્યાએ પીંજરું મૂકે છે અને પકડી ફરી જંગલમાં છોડી આવે છે.આ ઘટના ક્રમમાં કયૉ દીપડો ક્યાંથી પકડાય છે ? ક્યાં ક્યાં ફરે છે ?તેની માહિતી મળી શકતી નથી. જેથી જિલ્લા વન વિભાગ દ્વારા દીપડાને આઇડેન્ટિફિકેશન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બાબતે જિલ્લા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાજ પટેલ સાથે વાતમાં તેમને જણાવ્યું હતું કે ઝઘડિયા વિસ્તારમાં મોટી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરતા હોવાનું અનુમાન છે.

અહીં દીપડાઓ જાહેરમાં દેખા દેતા હોઈ તેવી ગ્રામજનો, ખેડૂતોની ફરિયાદો પણ આવે છે. વન વિભાગ દ્વારા એક સોફ્ટવેર ચીપ વિકસવામાં આવી છે. ચીપમાં એક આઇડેન્ટી નંબર ઇસ્યુ કરવામાં આવશે જે દીપડાનું આઇડેન્ટિફિકેશન રહેશે. કોઈ પણ સ્થળેથી પકડાયેલ દીપડામાં આ ચીપ તેની પૂંછડીમાં લગાવવામાં આવે છે ત્યાર બાદ દીપડાને જંગલમાં છોડી મુકવામાં આવે છે.

જેટલા દીપડા પકડાઈ તેટલાંને આ ચીપ લગાવવામાં આવશે. અત્યાર સુધી વંઠેવાડથી ઝડપાયેલ બે દીપડા અને આજરોજ વાસણા ગામે થી પકડાયેલ દીપડામાં સોફ્ટવેર ચીપ ફિટ કરવામાં આવી છે. ચીપ ફિટ કર્યા બાદ ફરી આ દીપડો પકડાઈ છે તો તેની પૂંછડીમાં લગાવેલ ચીપને સ્કેનર મશીન દ્વારા સ્કેન કરી જાણી શકાય છે કે આ દીપડાને ક્યાં રેન્જ માંથી અને ક્યારે છોડવામાં આવ્યો હતો. ક્યાંથી ક્યાં ગયો ? તે આસાની થી જાણી શકાશે. ઝઘડિયાના પશુચિકીત્સક કુશલ વસાવા દ્વારા ત્રણ દીપડાની પૂંછડીમાં સફળ રીતે ચીપ ફિટ કરવામાં આવી હતી.

ઝઘડિયાના વાસણા ગામે થી ૧૩ દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો.  ઝઘડિયા તાલુકામાં મોટા પ્રમાણમાં દીપડાઓનો વસવાટ છે. એક માસમાં ત્રણથી ચાર દીપડાઓ પકડાતા હોવાનું અનુમાન છે. દીપડાના ભયના કારણે ખેડૂતો પણ સીમમાં જવાનું ટાળતા હોઈ છે. કેટલા દિવસોથી વાસણા વિસ્તારમાં દીપડો દેખા દેતો હોવાની જંગલ ખાતાને જાણ થયા બાદ પીંજરું મુકવામાં આવ્યું હતું.

તેર દિવસની મહેનત બાદ આજરોજ ખુંખાર દીપડો પાંજરે પુરાયો હતો. આ બાબતે ઝઘડિયા રેન્જના ફોરેસ્ટર વી.જે.તડવી એ જણાવ્યું હતુંકે દીપડાની આશરે ૩ વર્ષ જેટલી ઉમર છે. તેની લંબાઈ ૫ ફૂટ જેટલી છે. પકડાયેલ દીપડામાં પણ ચીપ લગાવવામાં આવનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.