Western Times News

Gujarati News

ઝઘડિયા GIDCના ઉદ્યોગોના દ્વારા સતત બે દિવસ છોડાયેલું પાણી બોરીદ્રા થઈ ગોવાલી ગામ સુધી પહોંચ્યું

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસીના ઉદ્યોગો દ્વારા ગત રવિવાર અને સોમવારના રોજ મોટી માત્રામાં વરસાદી કાંસમાં છોડવામાં આવેલ પ્રદૂષિત પાણી દુમાલા બોરીદ્રા બાદ હવે ગોવાલીની સીમમાં ખાડી કોતર વાટે પહોંચ્યું છે. જેથી હજારો માછલીઓના મોત થયા છે સાથે સાથે ખેતીની જમીનને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ઝઘડીયા જીઆઈડીસી માં આવેલા ઉદ્યોગના સંચાલકોએ પ્રદૂષણ ફેલાવવામાં હદ કરી નાખી છે. ગત રવિવાર અને સોમવારના રોજ ગેરકાયદેસર રીતે ચોરી છુપે ઝઘડિયાના કોઈ ઉદ્યોગ દ્વારા તેણે ગેરકાયદેસર સંગ્રહિત કરેલ પ્રદૂષિત પાણી જીઆઈડીસીના વરસાદી કાંસ મારફતે જાહેરમાં છોડી દેવામાં આવતા એ પાણી જીઆઈડીસી થઈ દુમાલા બોરીદ્રા બાદ હવે ગોવાલી ગામની સીમમા ફરી વળ્યા છે.જેના કારણે ગોવાલી ગામની ખાડી કોતર માં વહેતા પાણીના જળચર જીવો મોટી માત્રામાં મરણ થયા છે.

પ્રદૂષિત પાણીના કારણે હજારો માછલીઓના મોત થયા છે.પ્રદૂષિત પાણી ગોવાલી સુધી પહોંચતાં ગામના સરપંચે જીપીસીબી તથા જીઆઈડીસીની મોનીટરીંગ ટીમને ફરિયાદ કરવામાં આવતા જવાબદાર વિભાગ દ્વારા ફક્ત પાણીના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે જણાય છે.

છેલ્લા કેટલા દિવસથી ખેડૂતોને ત્રાસ આપતાં જીઆઈડીસીના ઉદ્યોગ સંચાલકો પર હજી સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.

જીઆઈડીસીના પ્રદૂષિત પાણીને અસર કરતાં ગામોના સરપંચો હવે એક જૂટ થઈ ઝઘડિયા જીઆઈડીસીના ઉદ્યોગ સંચાલકો સામે મોરચો માંડવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.જેનું કારણ એ છે કે સરકારના જવાબદાર વહીવટી તંત્રને વારંવાર ફરિયાદ કર્યા બાદ પણ ઉદ્યોગ સંચાલકોનો પક્ષ લઈ કોઈ પગલાં તેમની સામે ભરવામાં આવતા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.