ઝઘડિયા GIDCની એશિયાટિક ફાર્મા કેમ કંપનીમાં આગ
પ્લાન્ટમાં કેમિકલ અનબેલેન્સ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યુ
આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતા કંપની સંચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસીની એશિયાટિક ફાર્મા કેમ માં આજે વહેલી સવારે કંપનીના ઈટીપી પ્લાન્ટમાં કેમિકલ અનબેલેન્સ થવાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.આગ લાગવાની ઘટનામાં કંપનીને મોટું નુકસાન થયું છે.
પરંતુ કોઈ જાનહાની નહી થતા કંપનીના સંચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.
ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર ૩૭ માં આવેલ એશિયાટિક ફાર્મા કેમ એક કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ છે.કંપનીમાં આજે વહેલી સવારે અચાનક પ્લાન્ટમાં આગ લાગી હોવાની ઘટના બની હતી.એકદમ તીવ્રતાથી આગ લાગતા કંપનીના પ્લાન્ટમાં દોડધામ મચી ગઈ હતી.
કંપનીના ઈટીપી પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના કારણે ઝઘડિયા જીઆઈડીસીના ત્રણથી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા.જાણવા મળતી માહિતી મુજબ એશિયાટિક ફાર્મા કંપનીના ઈટીપી પ્લાન્ટમાં કેમિકલ અનબેલેન્સ થવાના કારણે ભયંકર આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.
ઝઘડિયા જીઆઈડીસીના ફાયર ટેન્ડરો સમયસર પહોંચી જતા ગણતરીના કલાકોમાં જ આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવી લેવાયો હતો.આગ લાગવાની ઘટના કારણે કંપનીમાં મોટું નુકશાન થયાનો અંદાજ છે
પરંતુ કોઈ જાનહાની ન થવાના કારણે કંપનીના સંચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.ઝઘડિયા જીઆઈડીસી વર્તુળોમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે એશિયાટિક ફાર્મા કેમ ના ઈટીપી પ્લાન્ટમાં લાગેલી આગ જો સમયસર કાબૂમાં ન લેવામાં આવી હોત તો આગ લાગવાની ઘટનાની બિલકુલ નજીકમાં અન્ય કંપનીનો એક કેમિકલનો પ્લાન્ટ હતો
ત્યાં આગ વધુ પ્રસરતે તો બાજુની કંપનીના પ્લાન્ટમાં આગ ફેલાઈ હોત તો અકલ્પનીય ઘટના આજરોજ ઝઘડીયા જીઆઈડીસીમાં બની હોત તેવું ચર્ચાઈ રહ્યું હતું.ઝઘડિયા જીઆઈડીસી માં અવારનવાર જીવલેણ ઘટનાઓ જેવી કે ગેસ લીક થવો,
આગ લાગવી,કેમિકલથી કામદારોએ દાઝી જવું,સુરક્ષાના અભાવે કામદારોનું પટકાવું વિગેરે ઘટનાઓ અવારનવાર બનતી રહે છે તેમ છતાં ભરૂચ જીલ્લાનો ઈન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગ દ્વારા કોઈ નક્કર પગલા ઝઘડિયા જીઆઈડીસીના ઉદ્યોગ સંચાલકો સામે ધટનાઓ બાદ ભરાતા નથી જેથી વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ઝઘડિયા જીઆઈડીસીની શ્રીરામ અલી એન્ડ કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થવાના પગલે સાત જેટલા કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા.
ત્યાર બાદ પણ ઝઘડિયા જીઆઈડીસીના કંપની સંચાલકો સાથે સાથે ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગ પણ સતર્કતા રાખવામાં બેદરકારી દાખવવા બદલ નિષ્ફળ નિવડયું છે તેમ ચર્ચાઈ રહ્યુ છે.