Western Times News

Gujarati News

ઝઘડિયા PHC ખાતે જીલ્લામાં કોરોના વેક્સિનનું ડ્રાઈ રન યોજાયું

આવનારા દિવસોમાં કોરોના વેક્સિન મૂકવામાં પડતી મુશ્કેલીઓને સમજી શકાય તે હેતુથી ડ્રાય રન યોજાયું હતું.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આવનારા સમયમાં કોરોના વેક્સિન મૂકવામાં આવનાર છે.ખૂબ મોટી સંખ્યામાં રાજ્યના તમામ નાગરિકોને કોરોના વેક્સિન મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના વેક્સિન મુકવા દરમિયાન પડતી મુશ્કેલીઓને સમજી શકાય તેવા હેતુથી ભરૂચ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જીલ્લાના પ્રથમ રૂરલ તાલુકામાં ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડ્રાય રન મોબાઈલ યોજવામાં આવ્યું હતું.

ડ્રાઈ રન આવનારા દિવસોમાં કાર્યક્રમમાં પડતી મુશ્કેલીઓ સમજી શકાય અને વેક્સિનેશન દરમ્યાન ડ્રાય રન માં પડેલી મુશ્કેલીઓ, અગવડતાને નિવારી શકાય તેવા હેતુથી જીલ્લામાં પ્રથમ રૂરલ એરીયાના ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડ્રાઈ રન નું આયોજન કરવામાં આવ્યું હતું.

ડ્રાઈ રન માં ૨૫ જેટલા કોરોના વ્યક્તિના લાભાર્થીઓને કોરોના વેક્સીન મુકવાની તબક્કાવાર કામગીરી કરવામાં આવી હતી.ડ્રાય રન સમયે નોડલ ઓફિસર ડોક્ટર હીનાબેન ધ્રુવ,તાલુકા હેલ્થ ઓફિસર ડો.સી જે મહેતા,મેડિકલ ઓફિસર ડો. જીગ્નેશ પરમાર,આયુષ મેડીકલ ઓફિસર ડો.તેહસીન શેખ તથા પીએસઆઈના સુપરવાઈઝર જીતેન્દ્રભાઈ બોડાણા ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનો નિરીક્ષણ કરી જરૂરી ફીડબેક પૂરા પાડ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.