ઝઘડીયાના ટોઠીદરા ગામે નદીના પ્રવાહને અવરોધરૂપ ગેરકાયદેસર પુલીયા દુર કરવા માછીમારોની માંગ
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના રેતીની લીઝો માં રેતી ખનન કરી વહન કરવા માટે નર્મદાના પાણી અવરોધી ગેરકાયદેસર રીતે ભુંગળા નાખી ટ્રકો ચલાવવા માટે બનાવી દેવામાં આવે છે.
જવાબદાર તાલુકા વહીવટી તંત્ર તથા જિલ્લા વહીવટી તંત્રના મેળાપીપણામાં પર્યાવરણ સંરક્ષણની એસી તેસી કરી ગેરકાયદેસર રેતી ખનન વહન વર્ષોથી ચાલી રહ્યું છે.ટોઠીદરા ગામે રેતી માફિયાઓ દ્વારા નદીમાં અવરોધરૂપ થાય એ રીતે નદીના પટની વચ્ચોવચ્ચ ગેરકાયદેસર રીતે ભૂંગળા નાંખી પૂલીયા બનાવવામાં આવ્યા છે.
આ પૂલીયા એ રીતે બનાવવામાં આવ્યા છે કે કોઇપણ માછીમાર પોતાની નાવડી લઇને નદી પસાર કરી શકતો નથી અને માછીમારોને માછીમારી કરવામાં ખૂબ જ મુશ્કેલી સર્જાય છે.જેથી માછીમારો બેરોજગાર બન્યા છે.
આ ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે પુલીયા બનાવી સામે પારથી રોજની હજારો ટન રેતી ઉલેચવામાં આવે છે અને આ પુલીયા પરથી ઓવરલોડ પાણી નિતરતી રેતી વહન કરવામાં આવી રહી છે, ટોઠીદરા ના નદીના પટમાં ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની પરવાનગી વગર સરકારી મિલ્કતમાં મશીનરી મુકી રેતી ઉલેચલવામાં આવે છે,
ટોઠીદરા ગામે ગેરકાયદેસર રીતે નદીમાં અવરોધરૂપ થાય તે રીતે ભુંગળા નાખી પુલિયા બનાવવામાં આવ્યા છે, જે તંત્રની રહેમ નજર ચાલી રહ્યું છે જે જગ જાહેર છે, જીલ્લા કલેકટર પણ? આ વર્ષો થી ચાલતી પ્રવૃતિ થી બિલકુલ અજાણ નથી.
હવે જાેવું એ રહ્યું સમગ્ર અહેવાલ બાદ ખાણ ખનીજ વિભાગના અધીકારીઓ એક્શન માં આવી ગેર કાયદેસર બનાવેલા પુલીયા દૂર કરે છે કે પછી આજરીતે રેતી માફીયાઓની પૈસાના જાેરે તાનાશાહી ચાલતી રહે છે.