ઝઘડીયાની અમર વિહાર સોસાયટી બહાર ગંદુ પાણી જાહેરમાં રોડ પર વહેતુ હોય સોસા.ની મહિલાઓએ પંચાયતમાં રજુઆત કરી
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડીયાની અમર વિહાર સોસાયટી ની મહિલાઓએ સોસાયટી બહાર હાઈવે તરફ જવાના રોડ પર ભંડારીની ચાલ જવાના રોડ પર જાહેર માં અન્ય સોસાયટી,કોલોની નું પાણી જાહેરમાં ઉભરાય રોડ પર આવતા તેને અટકાવવા ગ્રામ પંચાયતને લેખિતમાં રજુઆત કરી છે.આજ સમસ્યાના કારણે મહિલાઓએ અગાઉ પણ લેખિત રજુઆત કરી છે પરંતુ તેનો પંચાયત ઘ્વારા કોઇ નિકાલ કરવામાં નહી આવતા ફરીથી રજુઆત કરી છે.
ઝઘડીયા ગામમાં સમસ્યાઓની વણઝાર વહી રહી છે ગામના લગભગ બઘા ફળિયાના તથા ચોકડી થી કોર્ટ સુઘી ના રોડ બિસ્માર હાલતમાં છે.ચોમાસા દરમ્યાન ગટરોના પાણી રોડ પર વહી રહયા છે. આવીજ એક સમસ્યા ગામની અમર વિહાર સોસાયટી ની બહાર જાહેર રસ્તા પર જયાથી ભંડારીની ચાલમાં અને હાઈવેને જોડતા રોડ પર અમરનાથ મહાદેવ મંદિર સામે ઉપસ્થીત થઈ છે જેનું બીડું સોસાયટી ની મહિલાઓએ ઉપાડયું છે.
સોસાયટી ની મહિલાઓએ ગ્રામ પંચાયત માં લેખિત માં રજુઆત કરી છે કે સોસાયટી ની બહાર અને મંદિર ની સામે ગટરમાં ભંગાણ પડેલ છે જેથી ગંદુ દુષિત પાણી રોડ પર ફેલાઈ છે.જેથી રોય ફેલાવાની દહેશત છે ગટરનું ઢાંકણ તુંટી ગયેલ છે જેમાં કોઈ રાહદારી વિદ્યાર્થીઓ ફસડાય જાય તેમ છે.વરસાદ પડતા પહેલા અને ત્યાર બાદ પણ અન્ય સોસાયટી નું તથા કોલોનીનું દુષિત પાણી ગટર માંથી ઉભરાય જાહેર રોડ પર વહી રહયું છે.વરસાદ દરમ્યાન વઘુ પરિસ્થિત વણસે છે રોડ પર પણ કાયમ પાણી વહેતુ હોય રોડ ખોદાય રહીયો છે.અમર વિહાર સોસાયટી ની મહિલાઓ આ અગાઉપણ ગ્રામ પંચાયત ઝગડીયા ને લેખિત જણાવ્યું હતું.પરંતુ તેના પર કોઈ પગલા લેવાયા નથી જેથી ફરીથી મહિલાઓએ લેખિતમાં રજુઆત કરી છે.જો નિકાલ નહીં આવેતો જીલ્લા કલેકટર ને રજુઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.*