ઝઘડીયાની વધુ બે કંપની દ્વારા કામદારોને વેતન ચુકવવા બાબતે નન્નો ભણતાં કલેકટરને આવેદન અપાયું.
ભરૂચ, ગુલશન પોલીયર્સ તથા એસ.કુમાર કંપની દ્વારા એપ્રિલ માસનો કામદારોને પગાર નહીં ચૂકવાતા કલેકટર,નાયબ કલેકટર,મામલતદાર તથા ઝઘડિયા પોલીસ ઇન્સ્પેકટરને વોટ્સએપના માધ્યમ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.
ઝઘડીયા જીઆઈડીસી માં આવેલ ગુલશન પોલીયર્સ અને એસ.કુમાર કંપની દ્વારા કંપનીમાં કામ કરતા ૪૦૦ થી વધુ કામદારોને લોક ડાઉનના સમયનો એપ્રિલ માસનો પગાર નહીં ચૂકવાતા કામદારો દ્વારા જિલ્લા કલેકટર,નાયબ કલેકટર,મામલતદાર તથા ઝઘડિયા પોલીસ ઇન્સ્પેકટરને વોટ્સએપ ના માધ્યમ દ્વારા આવેદનપત્ર આપી લોકડાઉનના સમયગાળાનો પગાર ચુકવવા રજૂઆત કરી છે.
ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ ગુલશન પોલીયર્સ અને એસ.કુમાર કંપનીઓમાં સરકારની સૂચનાઓ બાદ પણ લોકડાઉનના સમયગાળાનો પગાર કામદારોને નહીં ચૂકવવામાં આવતા દિવસે દિવસે પગાર બાબતે ઝઘડીયા ઔદ્યોગિક વસાહતમાં કામદારો અને કંપની સંચાલકો વચ્ચે ઘર્ષણ વધી રહ્યા છે.
ગુલશન પોલીયર્સ કંપનીના ૨૦૦ થી વધુ કામદારોએ આજરોજ એપ્રિલ માસના લોકડાઉનનાના સમયગાળા દરમિયાનના પગારની માંગ સાથે જિલ્લા વહીવટીતંત્રને વોટ્સએપના માધ્યમ દ્વારા આવેદનપત્ર પાઠવી એપ્રિલ માસના પગારની માંગ કરી છે.આ ઉપરાંત ઝઘડીયા જીઆઈડીસીની અન્ય એક એસ. કુમાર વર્લ્ડ વાઈડ નામની કંપનીના કામદારો દ્વારા કંપની દ્વારા લોકડાઉનના સમયગાળા દરમિયાનનો એપ્રિલ માસનો પગાર ચૂકવવામાં ઠાગાઠૈયા કરતા હોવાના આક્ષેપ સાથે વોટ્સએપ ના માધ્યમ દ્વારા જિલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવી કામદારોને પગાર મળે તેવી માંગ કરી છે.બંને કંપનીઓના ૫૦૦ જેટલા કામદારોએ તેમને મળવાપાત્ર લોક ડાઉન ના સમય ગાળા નો પગાર મળે તે માટે કંપની સામે લડત ઉપાડી છે.