ઝઘડીયા જીઆઈડીસીમાં રાત્રિએ દીપડો જાહેરમાં જોવા મળ્યો હતો
તલોદરા ગામ નજીકની એક કંપની પાસે રોડની સાઈડમાં દિપડો લટાર મારી રહ્યો હતો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: સમગ્ર ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તાર તેમજ ડુંગર વિસ્તારમાં અવાર નવાર દીપડાઓ સીમમાં લટાર મારતા ખેડૂતો તેમજ ખેત મજુરોને નજરે ચડતો હોય છે.કાંઠા વિસ્તારમાં શેરડીના પાક માં દીપડાને રહેવા તેમજ મારણ મળી રહેતો હોય આ વિસ્તારમાં વધુ દિપડા જોવા મળે છે.
ગતરોજ ઝઘડીયા જીઆઈડીસીમાં દીપડા જાહેરમાં જોવા મળ્યો હતો.તલોદરા ગામ નજીકની એક કંપની પાસે મુખ્ય રસ્તા પર દીપડો લટાર મારી રહ્યો હોવાના વિડિયો તેમજ ફોટો વાયરલ થયા હતા.અગાઉ પણ ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીના સંકુલની ઝાડી વિસ્તારમાં દીપડો સહ પરિવાર વસવાટ કરતો હોવાનું જોવા મળ્યું હતું.ત્યારે ફરી એક વખત દીપડાએ ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં જાહેરમાં જોવા મળતા જીઆઈડીસીમાં ફરજ પર જતા આવતા કામદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.