Western Times News

Gujarati News

ઝઘડીયા તાલુકાના ધારોલી ગામે અખાધ ગોળના જથ્થા સાથે ત્રણ વેપારીઓ ઝડપાયા

તાલુકાના ઝઘડીયા,રાજપારડી,ઉમલ્લા અને ભાલોદ ગામે દારુના ગોળનું ધુમ વેચાણ થતું હોવાની બુમ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ધારોલી ગામે પોતાની દુકાનમાં અખાધ મનાતા ગોળનો જથ્થો રાખનાર ત્રણ વેપારીઓ ઝડપાયા હતા.

ઝઘડીયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન માહિતિ મળી હતી કે ધારોલી ગામે ત્રણ વ્યક્તિઓ ગોળ મહુડા ફટકડી વિ.નો ધંધો કરે છે.પોલીસે મળેલ માહિતિ મુજબ ધારોલી ગામે જઈને આ બાબતે તપાસ કરી હતી.

ધારોલીના મોદી ફળિયામાં રહેતા પ્રવિણભાઈ ચંદુભાઈ મોદીની દુકાનમાં તપાસ કરતા ૫ ડબ્બામાં અખાધ મનાતો ગોળ મળી આવ્યો હતો.ત્યાર બાદ નજીકમાં રહેતા મુકેશભાઈ નગીનભાઈ મોદીની દુકાનમાં તપાસ કરતા ૩ ડબ્બામાં ભરેલ અખાધ મનાતો ગોળ મળી આવ્યો હતો.

ઉપરાંત રાકેશભાઈ મહેશભાઈ મોદીની દુકાનમાં પણ તપાસ કરતા ૨ ડબ્બા ગોળ મળ્યો હતો.આમ પોલીસને તપાસ દરમ્યાન કુલ ૧૦ ડબ્બામાં ભરેલ રુ.૫૦૦૦ ની કિંમતનો ગોળ મળી આવ્યો હતો. ધારોલી ગામેથી મળી આવેલ આ અખાધ મનાતા અર્ધ પ્રવાહીવાળા ગોળના નમુના વધુ તપાસણી માટે એફએસએલ સુરત ખાતે મોકલવામાં આવ્યા હતા.

પોલીસે હાલતો આ અખાધ મનાતા ગોળનો જથ્થો રાખનાર આ ત્રણ ઈસમો સામે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.

ઉલ્લેખનીય છેકે ઝઘડીયા તાલુકામાં ઝઘડીયા રાજપારડી ઉમલ્લા ભાલોદ જેવા મહત્વના વેપારી મથકો ઉપરાંત ઘણાબધા નાના ગામોએ પણ દેસી દારુ બનાવવામાં ઉપયોગી અખાધ ગોળ અને ફટકડીનું ધુમ વેચાણ થાય છે.તાલુકાના ઘણા મોટા વેપારીઓના ગોડાઉનોમાં ટ્રકબંધી દારુનો ગોળ રખાતો હોવાની વ્યાપક લોકચર્ચાઓએ પણ જાેર પકડ્યુ છે,

ઉપરાંત દારુ બનાવવામાં ઉપયોગી મહુડાના ફુલ પણ તાલુકામાં વેચાતા હોવાની બુમો ઉઠી રહી છે.ત્યારે સ્થાનિક પોલીસ કોઈવાર આવો નાનો જથ્થો પકડીને સંતોષ માનતી હોય એવી શંકા પણ ઉદભવે છે.જીલ્લા એલસીબી અને એસઓજીની ટીમો તાલુકામાં પ્રવર્તમાન આ દુષણને ડામવા અસરકારક પગલા ભરે તો ધાર્યુ પરિણામ મળી શકે તેમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.