ઝઘડીયા તાલુકાના ભાલોદ અને રાજપારડી પંથકમાં પતંગના સથવારે આકાશી યુઘ્ઘ માટે બજાર સજ્જ

(પ્રતિનિધિ) ભરૂચ, સમગ્ર વિશ્ચમાં હાહાકાર મચાવી રહેલા ઓમિક્રોન વેરીયન્ટની દેહેશત વચ્ચે વર્ષ ૨૦૨૨ ની શરૂવાતના પ્રથમ તેહવાર ઉતરાણ પર્વ ને ગણતરીના દિવસ બાકી રહ્યા છે.સીઝનલ ઘંઘામા માહીર વેપારીઓ એ પણ પતંગ દોરી નુ વેચાણ કરવા માટે ભાલોદ અને રાજપારડી બજારોમાં પતંગ દોરી ના સ્ટોલ ઉભા કરી દેવામા આવ્યા છે.
નાના બાળકો યુવાનો અબાલ વુઘ્ઘ ના સૌ ના પ્રિય તેહેવાર ઉત્તરાણય પર્વને ઘામઘુમથી ઊજવવા માટે શહેરીજનો સાથે ગ્રમ્યવિસ્તાર માં તૈયારીયો સરૂ કરી દેવામાં આવી છે.ઝઘડીયા તાલુકાના ભાલોદ,રાજપારડી અને ઉમલ્લા સહીત પંથક ના ગામોમા ઉત્તરાણય ના તહેવારને ગણતરીના દિવસ બાકી છે.
પતંગ રસીયાઓમાં અનેરો આંનંદ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે સાથે જ પતંગ દોરી ની ખરીદી કરવા માં વસ્ત બન્યા છે પતંગ દોરી ની ખરીદી શરૂ થતા વેપારીઓ મા ખુશી વ્યાપી ગઈ છે.
વેપારીઓના જણાવ્યા મુજબ પતંગોના ભાવમાં નવા વર્ષે ૧૦-૧૨ ટકાનો ભાવવઘારો જાેવા મળીહ્યો છે શહેર તેમજ ગ્રામ્યવિસ્તાર માં ઊતરાણય પર્વ ની રોનક જમવા લાગી છે ઊતરાણય પર્વે ને હવે ગણતરીના દીવસ બાકી રહ્યા એવા માં ભાલોદ રાજપારડી સહીત પંથકો ના બજારો માં પતંગ દોરી સહીત ની ચીજવસ્તુઓના સ્ટોર ઊભા કરી દેવામાં આવ્યા છે
બીજી બાજુ દોરી સુતનારાઓએ પણ દોરી સુતવાની શરૂવાત કરી દીઘી છે.શહેર તેમજ ગામડામાં પણ પતંગ દોરા સહીત ઉયતરાણ પર્વમાં મનોરંજન પુરુ પાડતી વિવિઘ ચીજવસ્તુઓના જમાવટ કરેલા સ્ટોરના પગલે ઊતરાણપર્વ ની રોનક જામવા લાગી છે
ઉત્તરાણય પર્વ ને ત્રણ દિવસ નો સમય બાકી છે.ત્યારે વેપારી દ્રારા અવનવી પતંગો ની વેરાઈટી માં સીનેમાના કલાકરો રમત ના ખેલાડીના ફોટા સાથે પતંગો બાળકો માટે કાર્ટુન ના ચિત્રો લગાવેલી પતંગો ના સ્ટોક બજાર માં વેચાણ અર્થ મુકવામા આવ્યા છે.
પતંગ ઉડાડવાના શોખીનો માટે જાત જાત ના કલર ના માજાે બજાર માં જાેવા મળે છે.ઉત્તરાણય તહેવાર ને ત્રણ દિવસનો સમય બાકી હોય ભાલોદ ગામે પતંગ દોરીમાં ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશી.ભાલોદના બજાર ખાતે પતંગ દોરી માટે પતંગ રસિકો ઉમટ્યા.કોરોનાના ભય વચ્ચે પણ ઉતરાયણ પર્વ મનાવવા પતંગ રસિકોમાં અનેરો આનંદ જાેવા મળે છે.*