ઝઘડીયા તાલુકાના રાજપારડીની સીમમાં તસ્કરો દ્વારા મોટર વાયરની ચોરી
ટ્યુબબેલના બોરમાં ઉતારેલી પાણીની મોટર અને વાયર કાઢી ચોરી કરી ફરાર.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે પોયાવગાની સીમ માંથી નગર નિગમના બોરવેલ ઉતારેલી ઈલેક્ટ્રીક મોટર તથા કેબલ વાયરની ચોરી થવા પામી છે.વિગતો મુજબ ચંપકભાઈ ચુનીલાલ પટેલના ખેતર પાસે નગર નિગમનો બોરવેલ આવેલ છે.જે છેલ્લા બે મહીનાથી ૫ વર્ષના ભાડા પેટે લીધેલ છે.જેમાં તેમણે તા૧૯/૧૧/૨૦ ના રોજ ખેતરોમાં પાણી ના સિંચાઈ માટે ઈલેક્ટ્રીક મોટર ની સીસ્ટમ નાખી હતી.
પરંતુ ગઈકાલે બોરવેલમા ઉતારેલ ઈલેક્ટ્રીક મીટરનું ટેસ્ટીગ કરી સાંજે તેઓ સામાન લઈ ઘરે પરત આવી બીજા દિવસે સવારે એગ્રીકલ્ચર પાવરનુ શિડયુલ દિવસે હોવાથી તેઈ હું ખેતરે મોટર ચાલુ કરવા ગયા. ત્યારે બોરવેલમાં ઉતારેલી ઈલેક્ટ્રીક મોટર સીસ્ટમનો કેબલ વાયર તથા ઈલેક્ટ્રીક પાણીની મોટર જોવામાં આવેલ ન હતી.જેથી તેમણે આજુબાજુમાં તપાસ કરતાં મળી આવેલ ન હતી.તેમજ તેમના ખેતરની બાજુમાં આવેલ છત્રસીગ રાજ રહે.રાજપારડીના ખેતરમાં આવેલા બોરવેલ ની મોટરનો પણ કેબલ વાયર ૩૦ મીટર જેટલો કાપી નાખી ચોરો લઈ ગયા હતા.
નગર નિગમની બોરવેલમા ઉતારેલી મોટર સિસ્ટમ જેમાં કોલમ નંગ ૧૦ કિંમત રુ.૧૭૫૦૦ તથા ઈલેક્ટ્રીક મોટર ની ત્રણ સ્ટેજના પંપ સાથે કિંમત ૪૭૫૦૦ તેમજ કેબલ વાયર આશરે ૭૫ મીટર જેટલી લંબાઈ ની કિંમત ૮૨૫૦ તથા છત્રસીગ રાજના ખેતરના બોરવેલ ના મીટરનું કેબલ આશરે ૩૦ મીટર જેટલી લંબાઈનું કિંમત ૩૫૦૦ મળી કુલ કિંમત રૂ.૭૬૭૫૦ ની ચોરી થવા પામી હતી.જેની ફરિયાદ રાજપારડી પોલીસ સ્ટેશનમાં નોંધાતા રાજપારડી પોલીસ દ્વારા ચોરોને પકડી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી.