ઝઘડીયા તાલુકામાં કોરોના સંક્રમિત આધેડનુ સારવાર દરમ્યાન મૃત્યુ તથા એક બેંક કર્મચારી સાથે બે ને કોરોના પોઝિટિવ
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા ગામના કંચનભાઈ ડાહ્યાભાઈ રાવનુ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે તથા ઝઘડીયાની બેંક ઓફ બરોડા ના ખેતી વિભાગના મારુતિ કાપસે તથા નાના સાંજા ગામના નોહર નિષાદ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અત્યાર સુધી ઝઘડિયા તાલુકામાં ફીચવાડા, ગોવાલી અને ઝઘડીયાના ત્રણ સાથે કોરોનાના પાંચ દર્દીના મોત થયા છે. ઝઘડિયા ગામની વિજયનગર સોસાયટીના કંચનભાઈ ડાહ્યાભાઈ રાવ ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સારવાર કોવિડ કેર હોસ્પિટલ અવિધા ખાતે ચાલી રહી હતી.ગતરોજ મોડી રાત્રે કંચનભાઈ રાવ નુ સારવાર દરમ્યાન મૃત્યુ થયુ છે તથા ઝઘડીયા ની બેંક ઓફ બરોડા શાખામાં ખેતી વિભાગના ઓફીસર મારુતિ કાપસેનો તથા નાના સાંજા ગામની અનુપમ નગર સોસાયટીના નોહર નિષાદ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આસાથે ઝઘડીયા તાલુકામાં કોરોના સંક્રમિત કેસોમાં પાંચ ના મોત થયા છે જયારે ૫૫ પોઝિટિવ કેસ નોંધાયા છે.
ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોના પોઝિટિવ દર્દીઓ વધી રહ્યા છે.જેના પગલે તાલુકાવાસીઓ ભયમાં નજરે પડી રહ્યા છે.ઝઘડિયા તાલુકામાં અત્યાર સુધી કોરોના સંક્રમિત થયેલા ઈસમો પૈકી ચારના મૃત્યુ થયા છે જે આંકડો આજે પાંચ પર પહોંચ્યો છે.ઝઘડીયાના વિજયનગર સોસાયટીના કંચનભાઈ ડાહ્યાભાઈ રાવને ગત ૧૭મી ના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
જેથી તેમને અવિધા કોવિડ કેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.કોરોનાની સારવાર દરમ્યાન ગતરોજ મોડીરાત્રે કંચનભાઈનુ મૃત્યુ થવા પામ્યું છે.આ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોનાના દર્દીઓનો મૃત્યુઆંક પાંચ થયો છે.ઝઘડિયાની બેંક ઓફ બરોડા શાખા માં ખેતી વિભાગમાં ફરજ બજાવતાં ઓફિસર મારૂતિ કાપસે નો કોરોના ટેસ્ટ કરાવતાં આજ રોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
મારુતિ કાપસેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નાના સાંજા ગામની અનુપમ નગર સોસાયટીમાં રહેતાં ૪૫ વર્ષીય નોહર નિષાદ મછવારને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ઝઘડિયાની બેંક ઓફ બરોડા શાખામાં કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા બેંકની વડી કચેરી દ્વારા બે દિવસ બેંકનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેથી હવે બેંક સોમવારથી કાર્યરત થવાના અહેવાલ મળી રહ્યા છે.બેંક ઓફ બરોડા ઝઘડિયા શાખાના મારુતિ કાપશે તથા નાના સાંજા ગામના નોહર નિષાદ નો રિપોર્ટ પોઝિટિવ આવતા ઝઘડિયા તાલુકામાં કોરોના સંક્રમિત નો આંક ૫૫ પર પહોંચ્યો છે.