ઝઘડીયા ધારાસભ્ય અને બીટીપી અધ્યક્ષની શંકરસિંહ વાઘેલાએ મુલાકાત લીધી
વાલીયા ખાતેના એક કાર્યક્રમ માં પણ હાજરી આપી: શંકરસિંહ વાઘેલા,છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાએ ભૂતકાળ અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરી.
ભરૂચ: માજી મુખ્યમંત્રી અને માજી કાપડ મંત્રી શંકરસિંહ વાઘેલા ઝઘડિયા ના સિનિયર ધારાસભ્ય છોટુભાઈ વસાવા ની તબિયતના ખબર અંતર પૂછવા તેમના નિવસ્થાન માલજીપૂરા ખાતે આવી પહોંચ્યા હતા. છોટુભાઈ, શંકરસિંહ અને મહેશ વસાવા વચ્ચે ભૂતકાળ અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને ભવિષ્યની રાજનીતિ પર ચર્ચા કરી હતી જેથી રાજકારણ ગરમાયુ છે.
ઝઘડિયા ના ધારાસભ્ય અને બિટીપીના અધ્યક્ષ છોટુભાઈ વસાવા ની ખબર અંતર પૂછવા આજરોજ માજી મુખ્યમંત્રી અને માજી કપડાં મંત્રી શંકરસિંહ વાઘેલા તેમના નિવાસસ્થાન માલજીપૂરા ખાતે આવી પહોંચ્યા હતા.શંકરસિંહની મુલાકાતના પગલે જિલ્લા સહિત રાજ્યભરનું રાજકારણ ગરમાયુ હતું પરંતુ શંકરસિંહ એ ગરમાયેલા રાજકારણ પર ઠંડુ પાણી રેડતા જણાવ્યું હતું કે છોટુભાઈ એક સીનયર ધારાસભ્ય છે અને આ વિસ્તારમાંથી હું પસાર થતો હતો અને છોટુભાઈની ખબર અંતર પૂછવા તેમના ઘરે આવ્યો છું.
શંકરસિંહ આખરે તો રાજકારણી જ છે ને રાજકારણી વાત ન થાઈ એ વાત માં દમ નથી તેમને સાથે સાથે જણાવ્યું હતુંકે આગામી દિવસોમાં અમે ટ્રાઇબલ વિસ્તારમાં એક રેલીનું આયોજન કરવા જઈ રહયા છે તેના ભાગરૂપે સુરતની મુલાકાતનું આયીજન છે.શંકરસિંહ તેમના મુખ્યમંત્રી સમયે છોટુભાઈએ ટ્રાઇબલ વિસ્તાર ના પ્રશ્નો અને તેનાથી સરકાર દ્વારા લેવાયેલ પગલાં અને અમલમાં આવેલ નીતિ ઓને વાગોળી હતી.છોટુભાઈએ આ મુલાકાત બાબતે જણાવ્યું હતું કે
શંકરસિંહ ના સીએમ ના કાર્યકાળ દરમિયાન અમે ટ્રાઇબલ વિસ્તારની મૂળભૂત સમસ્યાઓ અને તેને નિવારવા માટે રજૂ કરેલ પ્લાનીંગ સરકાર સમક્ષ રજુ કર્યો હતો અને તે સમયની સરકાર દ્વારા તેના પર ગંભીરતા પૂર્વક અભિયાસ કરી ગુજરાત ગુજરાત પેટર્ન અમલમાં આવી હતી અને તેનો એકલા ગુજરાત નહીં પણ દેશભરમાં તેને અમલમાં મુકવામા આવી હતી તેવી બે ખંધા અને પીઢ રાજકારણીઓ વચ્ચે ચર્ચાયું હતું.