Western Times News

Gujarati News

ઝઘડીયા GIDCમાં થયેલ રૂ.૨૨ લાખની મત્તાની ચોરીનો ભેદ ઉકેલાયો : પોલીસે ચાર ઈસમો ઝડપી લીધા.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ હિન્દુસ્તાન કોપર કંપનીના વેર હાઉસ માંથી થોડા દિવસ અગાઉ રૂ.૨૨ લાખની કિંમતનું કોપર સ્કેપ ચોરાયુ હતુ.આ બાબતે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી હતી.ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા મળેલ સુચના મળી હતી.

તે અંતર્ગત ઝઘડીયા પીઆઈ પી.એચ.વસાવાના માર્ગદર્શન હેઠળ ઝઘડીયા પીએસઆઈ ડી.આર.વસાવા અને પોલીસ જવાનોએ જીઆઈડીસીમાં થયેલ કોપર સ્ક્રેપ ચોરીના ગુના બાબતે સઘન તપાસ હાથધરી હતી.‌દરમ્યાન ગુના બાબતે પોલીસે ચાર ઈસમોને રૂ.૧,૧૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે ગણતરીના સમયમાં ઝડપી લઈને ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

ઝઘડીયા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા મનાતા (૧) અશ્વિનભાઈ ભારીસીંગ વસાવા (૨) સતિષભાઈ પુનમભાઈ વસાવા (૩) ધર્મેશભાઈ મહેશભાઈ વસાવા (૪) નવીન ભારીસીંગ વસાવા તમામ રહે.ગામ મોરણ તા.ઝઘડીયાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથધરીને

આ ગુનામાં ચોરાયેલ મુદ્દામાલ તથા સંડોવાયેલા આરોપીઓની તપાસ હાથધરી છે. ઝઘડીયાની હિન્દુસ્તાન કોપર કંપનીના બંધ વેર હાઉસનું પતરૂ ખોલીને આ ચોરી થવા પામી હતી. ઝઘડીયા ઔધોગિક વસાહતમાં રૂ.૨૨ લાખ જેટલી માતબર રકમની મત્તાની ચોરીનો ભેદ ઉકેલાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.