ઝધડીયા સ્થિત ગુમાનદેવ મંદિર હાલ દર શનિવારના રોજ કોરોના ગાઈડલાઈન અંતર્ગત ખુલ્લું મુકાયું
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, કોરોનાના કેસમાં છેલ્લા એક મહિનાથી ઘણો ઘટાડો થઇ રહ્યો છે જિલ્લાના ૭ તાલુકામાં છેલ્લા એક અઠવાડિયાથી નહિવત કેસ જોવા મળ્યા હતા.છેલ્લા ૨ વર્ષથી કોરોનાને કારણે જાહેર સંસ્થાઓ અને જાહેર જગ્યાઓ અને ભીડ ભાડવાળી દરેક જગ્યાઓ સદંતર બંધ રાખવામાં આવી હતી. છેલ્લા કેટલાય સમયથી કોઈ તહેવાર કે કોઈ પ્રસંગ મનાવવામાં આવી રહ્યો ન હતો.
પરંતુ હવે કોરોનાની સ્થિતિમાં સુધારો થવાને કારણે રાજ્ય સરકાર છેલ્લા એક મહિનાથી રાજ્યમાં કેટલીક છૂટ આપવામાં આવી હતી અને છેલ્લા ૧૫ દિવસથી જાહેર સંસ્થાઓ, મંદિર, મસ્જિદ અને અન્ય તીર્થસ્થળોને ખુલ્લા મુકવા માટે પરવાનગી આપવામાં આવી હતી જેમાં સરકાર દ્વારા માન્ય કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું છે.
તે જ રીતે ભરૂચ ઝગડીયા સ્થિત આવેલ ગુમાનદેવ હનુમાનજીનું મંદિર પણ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ગુમાનદેવ મંદિરનું સત હોવાને કારણે દર શનિવારે દૂર દૂરથી દર્શનાર્થીઓ દર્શન કરવા આવતા હોય છે. તેથી છેલ્લા એક વર્ષથી બંધ મંદિરને છેલ્લા ત્રણ શનિવારથી ખુલ્લું મુકવામાં આવ્યું છે.
મંદિર શનિવારના દિવસે જ ખુલ્લું મુકવામાં આવે છે જેથી દર્શનાર્થીઓ દર્શન કરી શકે અને કોઈને ધક્કો ખાવાનો વારો ન આવે અને તેની આસપાસ આવેલી નાની નાની દુકાનો પણ શનિવારના રોજ ખુલ્લી મુકવામાં આવી હતી.
કોરોના ગાઈડલાઈન મુજબ મંદિરમાં ચુસ્તપણે માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવાની અને દર્શનનો લાભ લેવાની વ્યવસ્થા મંદિરની સંસ્થા દ્વારા કરવામાં આવી હતી.