ઝનોર એનટીપીસી કંપનીના તળાવમાંથી પાંચ ફૂટ લાંબો મગર પાંજરે પુરાયો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા ના નબીપુર ખાતે આવેલ ઝનોર એનટીપીસી કંપનીના તળાવ માં અઠવાડિયા અગાઉ કર્મચારીઓ ને દેખાદેતા સત્તાધીશો એ ભરૂચ વન વિભાગને જાણ કરી હતી.જે બાદ બે પાંજરા મુકવામાં આવ્યા જેમાં આજરોજ એક મગર પાંજરા માં પુરાઈ જવા પામ્યો હતો.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લા ના નબીપુર ખાતે આવેલી ઝનોર એનટીપીસી કંપની માં આવેલ તળાવ માં અઠવાડિયા અગાઉ મગરો એ કર્મચારીઓ ને દેખાદેતા તેની જાણ કંપની ના સત્તાધીશો ને કરવામાં આવી હતી.જે બાદ કંપની ના સત્તાધીશો એ ભરૂચ વન વિભાગ ને કરતા વન વિભાગ દ્વારા બે પાંજરા મુકવામાં આવ્યા હતા.જેમાં આજરોજ આશરે પાંચ ફૂટ લાંબો મગર પુરાઈ જતા તેની જાણ ભરૂચ વન વિભાગ ને કરવામાં આવતા ડી.એફ.ઓ રાજ પટેલ,આર.એફ.ઓ મહેન્દ્ર કઠવાડિયા, ફોરેસ્ટર કે.ડી.પાટીલ,વાઈલ્ડ લાઈફ વોર્ડન આશિષ શર્મા સહિત ના અધિકારીઓ અને કામધેનુ ગૌરક્ષા સમિતિ ના રમેશ દવે,અનિલ મહેતા,નિલેશ ઠક્કર અને જયેશ કનોજીયા સ્થળે દોડી ગયા હતા અને પાંજરે પુરાયેલા મગર ને ઝાડેશ્વર ની રેવા નર્સરી ખાતે ઓબ્ઝર્વેશન માં રાખવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેને સુરક્ષિત કેવડિયા ખાતે છોડવાની તજવીજ હાથધરી હતી.
આ બાબતે વાઈલ્ડ લાઈફ વોર્ડન આશિષ શર્મા એ જણાવ્યું હતું કે કંપની ના તળાવ માં અઠવાડિયા પહેલા મગરે દેખાદેતા કંપની ના સત્તાધીશો એ ભરૂચ વન વિભાગ ને જાણ કરી હતી.જે બાદ વીઆઇએન વિભાગ અને કામધેનુ ગૌરક્ષા સમિતિ દ્વારા સ્થળ મુલાકાત લઈ બે પાંજરા મુકવામાં આવ્યા હતા જેમાં એક મગર પુરાઈ જવા પામ્યો છે.પરંતુ કંપની ના સત્તાધીશો ના જણાવ્યા પ્રમાણે હજુ પણ આ તળાવ માં બે મગરો હોવાનું જણાવી રહ્યા છે જેને કારણે પાંજરું મુકવામાં આવ્યું છે અને તે મગરો પણ વહેલી તકે ઝડપી પાડવા માટે વન વિભાગ અને અમારી ટીમ તૈયાર છે.*