ઝનોર ગ્રામ પંચાયતે ડુક્કરો પકડવાનું અભિયાનઃ ત્રણ દિવસમાં ૧૦૦થી વધુ ડુક્કરો ઝડપી
ભરૂચના ઝનોર ગામે શેરડી સહિતના પાકોને નાશ કરતા જંગલી ડુક્કર પકડવાનું અભિયાન ખેડૂતો માટે આર્શીવાદરૂપ
(પ્રતિનિધિ)ભરૂચ, ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ ખેડૂતો પોતાના ખેતરોમાં ખેતી કરી રહ્યા છે.પરંતુ ભરૂચની પૂર્વ પટ્ટીના ઝનોર ગામમાં શેરડી સહિત જુવાર,કપાસ સહિતના પાકને ડુક્કરો નુકસાન કરતા હોવાની ફરિયાદોના પગલે ગ્રામ પંચાયતે ખેડૂતોની ખેતીને નુકસાન કરતા ડુક્કરો ઝડપી પાડી
અન્ય સ્થળે ખસેડવાની કામગીરી કરતાં ગામના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે અને ૧૦૦થી વધુ ડુક્કરો ઝનોર ગામ માંથી ઝડપી પાડતા ખેડૂતોએ ગ્રામ પંચાયતમાં પણ આભાર માન્યો હતો.
ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે.પરંતુ ખેતીપ્રધાન દેશમાં ખેડૂત કોઈને કોઈ કારણોસર પાયમાલ થતો હોવાની ફરિયાદો ઉઠતી હોય છે.ત્યારે ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ગામે મોટા પ્રમાણમાં લોકો ખેતી ઉપર ર્નિભર હોય છે.પરંતુ ખેડૂતોની ખેતી ઉપર જંગલી ડુક્કરો ઝનોર ગામના ખેડૂતોની ખેતીને મોટાપાયે નુકસાન કરી રહ્યા છે
અને છેલ્લા દસ વર્ષથી ઝનોર ગામમાં ખેડૂતોની ખેતી ઉપર ડુક્કરો ખેદાન મેદાન કરી ખેડૂતોની પરસેવાની ખેતીને નુકસાન કરી રહ્યા હતા અને ગામ માંથી ડુક્કરોનો ત્રાસ દૂર કરવા માટે ગામના ખેડૂતોએ ઝનોર ગ્રામ પંચાયતને રજૂઆતો કરી હતી.
ખેડૂતોનું દુઃખ એક ખેડૂત જ જાણી શકે ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ નિલેશ માછી પોતે ખેડૂત હોય જેના કારણે ઝનોર ગામમાં ખેડૂતોની ખેતી નુકસાન કરી રહેલા ડુક્કરોને પકડવા માટે ડુક્કર પકડતી એજન્સીને ડુક્કરો પકડવા માટે તૈનાત કરી ઝનોર ગામ માંથી ૧૦૦ થી વધુ ડુક્કરોને હેમખેમ ઝડપી પાડી અન્ય સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.