ઝાકીર નાઈકે પણ નુપુર જેવું નિવેદન આપ્યું હતું, તેમની પાસે માફીની માંગ કેમ નહીઃ રાજ ઠાકરે
સ્વસ્થ થવા સાથે મનસેના પ્રમુખ ફરી સક્રિય
રાજ ઠકારેએ કહ્યું, નુપુર પર માફી માગવા માટે દબાણ કરવામાં આવ્યું હતું પણ નાઈકને કોઈએ માફી માગવા અપીલ કરી હોય તેવુ સાંભળ્યું નથી
મુંબઈ, ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના વિવાદિત નિવેદન પર દેશભરમાં ચર્ચા છેડાઈ હતી. ઘણાએ નિવેદનનો વિરોધ તો ઘણાએ તરફેણ કરી હતી. હવે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પણ નુપુર શર્માની તરફેણ કરી છે.
કાર્યકરોની બેઠકને સંબોધન કરતા રાજ ઠાકરેએ કહ્યુ હતુ કે, જ્યારથી નુપુર શર્માએ નિવેદન આપ્યુ છે ત્યારથી દેશમાં તેના પર રાજકારણ ચાલી રહ્યુ છે.
નુપુરનુ સમર્થન કોઈ કરી રહ્યુ નથી પણ નુપુરે જેવી વાત કરી હતી તેવી જ વાત ઝાકીર નાઈકે પણ કરી હતી. આમ છતા કોઈ તેની માફીની માંગ નથી કરી રહ્યુ?તેમણે આગળ કહ્યુ હતુ કે, નુપુર પર માફી માંગવા માટે દબાણ કરવામાં આવ્યુ હતુ પણ નાઈકને કોઈએ માફી માંગવા અપીલ કરી હોય તેવુ સાંભળ્યુ નથી.
નુપુરે જે વાત કરી હતી તેવી જ ઝાકીર નાઈકે પણ કરી હતી.ઉલ્લેખનીય છે કે, રાજ ઠાકરે તબિયત નાદુરસ્ત હોવાથી છેલ્લા કેટલાક દિવસોથી રાજકારણથી દુર હતા પણ હવે તેઓ સ્વસ્થ થયા છે ત્યારે આજે કાર્યકરોની બેઠકમાં સંબોધન કરવા માટે પહોંચ્યા હતા.