ઝાયડસે કોરોનાની વેક્સીનનું હ્યુમન ટ્રાયલ શરૂ કર્યુઃ રિપોર્ટ
૧૦૦૦ વોલેન્ટીયરને અપાશે ડોઝ-કંપની તરફથી નિવેદન આપવામાં આવ્યુ હતું કે, પ્લાઝમિક ડીએનએ વેક્સીન સૌથી સુરક્ષિત માનવામાં આવે છે
અમદાવાદ, ફાર્માસ્યૂટીકલ અને હેલ્થકેર કંપની ઝાયડસ કેડિલાએ બુધવારે પોતાની કોવિડ-૧૯ની વેક્સીનનું હ્યુમન પરીક્ષણ શરૂ કરતા પહેલા વ્યક્તિને તેનો ડોઝ આપ્યો હતો. આ મામલે કંપની તરફથી એક નિવેદનમાં કહેવાયું હતું કે, પ્લાઝમિક ડીએનએ વેક્સીન સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. કંપનીએ કહ્યું, અમને ક્લિનિકલ ટ્રાયલમાં ઈમ્યુનિટી ટેસ્ટમાં સારા પરિણામ મળ્યા છે. આ સાથે જ વેક્સીનની માનવી પર કેવી અસર થાય છે અને તેના કોઈ સાઈડ ઈફેક્ટ્સ છે કે નહીં તે પણ ટ્રાયલમાં તપાસ કરવામાં આવશે. ઝાયડસ કેડિલા મુજબ, ફેબ્રુઆરી ૨૦૨૦માં કોવિડ-૧૯ની વેકસીન ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો ત્યારથી વેક્સીનના હ્યુમન ડોઝ ટ્રાયલ સુધીનો પ્રવાસ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ કહી શકાય.
ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલે જણાવ્યું કે, ‘આ કોરોના સામેની લડાઈમાં મહત્વપૂર્ણ ડગલું છે. અમે આગામી મહિનાઓમાં એડેપ્ટિવ ફેઝ ૧/૧૧ ક્લિનિકલ સ્ટડીના મહત્વપૂર્ણ ડેટાને એકઠો કરીશું.’ હ્યુમન ક્લિનિકલ ટ્રાયલમાં કંપની દેશભરની જુદી જુદી જગ્યાઓમાંથી ૧૦૦૦ લોકો પર વેક્સીનનું ટેસ્ટીંગ કરશે. કંપનીઓ કેન્ડીડેટ્સના ક્લિનિકલ ટ્રાયલ માટે પહેલાથી જ ય્સ્ઁ બેચ મેન્યુફેક્ચર કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ઝાયડસ કેડિલાના હ્યુમન ટ્રાયલ માટે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા તરફથી મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત દેશમાં ભારત બાયોટેક પણ કોવેક્સીન નામની વેક્સીન તૈયાર કરી રહી છે. જેનું પણ હ્યુમન ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે.