Western Times News

Gujarati News

ઝાયડસે વિશ્વની એકમાત્ર નીડલ-ફ્રી કોવિડ રસી ઝાયકોવ-ડીનુ ઓથોરાઇઝેશન મેળવ્યું

·         કોવિડ-19 માટે વિશ્વની પ્રથમ પ્લાઝમિડ ડીએનએ રસી ઝાયકોવ-ડીના ત્રણ ડોઝ અપાશે

અમદાવાદ, ઝાયડસ કેડિલાએ આજે જાહેર કર્યું છે કે કંપનીએ કોવિડ-19 માટે વિશ્વની પ્રથમ પ્લાઝમિડ ડીએનએ વેક્સીન ઝાયકોવ-ડી માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઇ) તરફથી ઇમર્જન્સી યુઝ ઓથોરાઇઝેશન (ઇયુએ) મેળવ્યું છે.

ઝાયકોવ-ડી ત્રણ ડોઝ ધરાવતી રસી છે, જે પ્રથમ દિવસે, 28માં દિવસે અને ત્યારબાદ 56માં દિવસે લગાવવામાં આવશે. આ મંજૂરી સાથે ભારત પાસે વયસ્ક આબાદી ઉપરાંત 12-18 વર્ષના વયજૂથ માટે પ્રથમ કોવિડ-19 રસી છે. ઝાયકોવ-ડી નીડલ-ફ્રી રસી છે, જે નીડલ ફ્રી એપ્લીકેટર The PharmaJet® નો ઉપયોગ કરીને લગાવવામાં આવે છે અને તે પેઇનલેસ ઇન્ટ્રાડર્મલ વેક્સીન ડિલિવરી સુનિશ્ચિત કરે છે.

પ્રથમવાર માનવીના ઉપયોગ માટે પ્લાઝમિડ ડીએનએ પ્લેટફોર્મ ઉપર ઉન્નત ટેક્નોલોજી ધરાવતી રસી વિકસાવવામાં આવી છે. આ પ્લેટફોર્મ રેપિડ પ્લગ એન્ડ પ્લે ટેક્નોલોજી દ્વારા વાઇરસમાં મ્યુટેશનને સરળતાથી સ્વિકારી શકે છે, જે પહેલેથી જ થઇ રહ્યું છે. કંપની ઝાયકોવ-ડીના વાર્ષિક 10-12 કરોડ ડોઝના ઉત્પાદનની યોજના ધરાવે છે.

આ અંગે પ્રતિક્રિયા આપતાં કેડિલા હેલ્થકેર લિમિટેડના ચેરમેન પંકજ આર. પટેલે કહ્યું હતું કે, ઝાયકોવ-ડી સાથે આ ઐતિહાસિક સિદ્ધિ છે કે ભારતીય ઇનોવેશન વિશ્વની પ્રથમ માનવીના ઉપયોગ માટે ડીએનએ વેક્સીન બની છે તથા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને સપોર્ટ કરે છે.

અમને ખુશી છે કે અમારી રસી કોવિડ-19 સામેની લડાઇમાં યોગદાન આપશે તેમજ વિશેષ કરીને 12-18 વર્ષના વયજૂથની વિશાળ જનસંખ્યાનું રસીકરણ કરશે. હું તમામ સંશોધકો, ક્લિનિકલ ટ્રાયલ ઇન્વેસ્ટિગેટર્સ, સ્વયંસેવકો અને નિયમનકારોનો આભારી છું કે જેમણે આ પ્રયાસમાં સહયોગ કર્યો છે.

કંપની રસીના બે ડોઝ માટે પણ મંજૂરી પ્રાપ્ત કરવાની યોજના ધરાવે છે. ડીએનએ રસીનો મુખ્ય લાભ એડપ્ટિવ ઇમ્યુન સિસ્ટમની હ્યુમોરલ અને સેલ્યુલર આર્મ્સ બંન્નેને સ્ટિમ્યુલેટ કરવાની તેની ક્ષમતા છે. તે એન્ટીજેન-સ્પેસિફિક ઇમ્યુનોથેરાપીનું મૂલ્યવાન રૂપ છે કારણકે તે સુરક્ષિત, સ્થિર અને સરળતાથી ઉત્પાદિત કરી શકાય છે.

ઝાયડસ નેશનલ બાયોફાર્મા મીશન, બીઆઇઆરએસી, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી, ભારત સરકાર, નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાઇરોલોજી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્સ અને ફાર્માજેટનો ઝાયકોવ-ડી રસીના વિકાસમાં સહયોગને સ્વિકારે છે.

ઝાયકોવ-ડી એક પ્લાઝમિડ ડીએનએ રસી છે, જેને ઇન્જેક્ટ કરવામાં આવે ત્યારે તે સાર્સ-કોવ-2 વાઇરસના સ્પાઇક પ્રોટીનનું ઉત્પાદન કરે છે તથા માનવીની ઇમ્યુન સિસ્ટમના સેલ્યુલર અને હોર્મોનલ આર્મ્સ દ્વારા રોગપ્રતિકારકતા પ્રાપ્ત કરે છે અને તે બિમારી અને વાઇરલ ક્લિઅરન્સ સામે સુરક્ષા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ઝાયકોવ-ડી કેવી રીતે વિશેષ છે?

·         ઝાયકોવ-ડીના ત્રણ ડોઝ છે, જે ઇન્ટ્રાડર્મલ વેક્સિન છે અને તેને ફાર્માજેટ નીડલ ફ્રી સિસ્ટમ, ટ્રોપિસના ઉપયોગથી લગાવવામાં આવે છે. તેનાથી કોઇપણ પ્રકારની સાઇડ ઇફેક્ટરમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

·         ઝાયકોવ-ડી 2-8 ડિગ્રીએ સ્ટોર કરવામાં આવે છે, પરંતુ 25 ડિગ્રીના તાપમાને ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી સારી સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. રસીની થર્મોસ્ટેબિલિટી સરળ પરિવહન અને સંગ્રહમાં મદદરૂપ બનશે તેમજ કોલ્ડ ચેઇન બ્રેકડાઉનના પડકારો ઘટાડીને રસીનો બગાડ અટકાવશે

·         પ્લાઝમિડ ડીએનએ પ્લેટફોર્મ બાયોસેફ્ટીની લઘુત્તમ જરૂરિયાત (બીએસએલ-1) સાથે ઉત્પાદનમાં સરળતા આપે છે

·         વધુમાં પ્લાઝમિડ ડીએનએ રસી હોવાથી ઝાયકોવ-ડીમાં વેક્ટર આધારિત ઇમ્યુનિટી સાથે કોઇ સમસ્યા જોડાયેલી નથી

·         પ્લાઝમિડ ડીએનએ પ્લેટફોર્મ વાઇરસમાં મ્યુટેશન સામે ઝડપથી નવા કન્સ્ટ્રક્ટમાં મદદરૂપ બને છે, જેવું હાલ થઇ રહ્યું છે.

·         ફેઝ 1/2 ક્લિનિકલ ટ્રાયલના ફેઝ 1 પાર્ટના પરિણામો લાન્સેટના ઇક્લિનિકલ મેડીસિન જર્નલમાં પહેલેથી જ પ્રકાશિત થઇ ગયાં છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.