ઝારખંડના કાર્યક્રમમાં ગુજરાતના રાજપૂતો તલવાર બાજીની કલાનું પ્રદર્શન કરશે
ગુજરાતના રાજપૂત સમાજનું નામ રોશન કરવા માટે રાજપૂત દીકરા અને દીકરીઓ પોતાની તલવાર બાજી ની કલાનું ઝારખંડ ખાતે નિદર્શન કરશે હાલમાં નરોડા ખાતે રાજપુત દીકરા અને દીકરીઓ સંગીતની સાથે તલવારબાજી નું રિહર્સલ કરી રહ્યા છે
ઝારખંડ ખાતે આગામી રામનવમીના રોજ યોજાનાર કાર્યક્રમમાં અમદાવાદ તેમજ ગુજરાતના વિવિધ વિસ્તારોના રાજપૂત પરિવારના સભ્યો તલવાર બાજીની કલાનું પ્રદર્શન કરશે.
આ સમગ્ર ટીમને ક્રિષ્નાબા પરમાર સંભાળી રહ્યા છે તલવારબાજી રજૂ કરનાર સૌ રાજપૂત પરિવારના સભ્યોને અભિનંદન અને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. (તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર)