ઝારખંડના શિક્ષામંત્રીએ ધો.૧૧માં પ્રવેશ લીધો
રાંચી, ઝારખંડના શિક્ષણ મંત્રી અને ઝામુમોના ડુમરીથી ધારાસભ્ય જગરનાથ મહંતોએ ધોરણ ૧૧માં ઉમેદવારી નોંધાવી છે.૫૩ વર્ષના મહતો ૧૯૯૫માં મેટ્રિક પાસ થયા હતાં અને હવે ૨૫ વર્ષ પછી ફરી અભ્યાસ કરશેજગરનાથ મહતો પણ વર્ગમાં ભાગ લેવાની યોજના ધરાવે છે. મંત્રી તરીકે તેમની વ્યસસ્તાની વચ્ચે તેમણે અભ્યાસ માટે અંતર શિક્ષણનો વિકલ્પ પસંદ કરવાને બદલે પોતાને સ્થાપિત કરેલી કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે.જગરનાથ મહતોએ બોકારો જિલ્લાના નાવાડીહ બ્લોકની દેવી મહાતો કોલેજમાં પ્રવેશ લીધો છે જેની સ્થાપના તેઓ ધારાસભ્ય તરીકે તેમના પિતાના નામથી થઇ હતી જગરનાથ મહતો અન્ય વિદ્યાર્થીઓની સાથે લાઇનમાં પ્રવેશ મેળવ્યો અને બાદમાં પત્રકારોને કહ્યું કે તેમણે આટ્ર્સમાં પ્રવેશ મેળવ્યો છે અને વર્ગમાં હાજર થઇને તેમનો અભ્યાસપૂર્ણ કરશે.HS