ઝારખંડના IAS અધિકારી પૂજા સિંઘલ સસ્પેન્ડ
નવી દિલ્હી, ઝારખંડના ચર્ચિત આઈએએસ અધિકારી પૂજા સિંઘલ હવે જેલના સળિયા પાછળ છે.મનરેગા કૌભાંડ અને મની લોન્ડરિંગના મામલામાં ઈડીએ પૂછપરછ બાદ તેમની ગઈકાલે ધરપકડ કરી હતી.
એવુ કહેવાય છે કે, જેલના સળિયા પાછળ પહોંચતા જ પૂજા સિંઘલને ચકકર આવી ગયા હતા.જેલ અધિકારીઓએ તાત્કાલિક ડોકટરોને તપાસ કરવા માટે બોલાવ્યા હતા. હવે જેલ સત્તાધીસોના કહેવા પ્રમાણે પૂજા સિંઘલની તબિયત સારી છે.
ઉલ્લેખનીય છે કે, ઝારખંડમાં 2009-10 દરમિયાન મનરેગા કૌભાંડ થયુ હતુ. આ મામલામાં ઈડીએ ઝારખંડ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને રાજસ્થાનમાં રેડ પાડી હતી. આ દરમિયાન 17 કરોડ રૂપિયા ચાર્ડર્ટ એકાઉન્ટન્ટના ઘરેથી મળ્યા હતા. તે સમયે ઈડીએ પૂજાના પતિની રાંચી સ્થિત હોસ્પિટલ પર પણ દરોડો પાડ્યો હતો.તે વખતે ઘણા મહત્વના દસ્તાવેજો ઈડીને મળ્યા હતા અને 150 કરોડ રૂપિયાના રોકાણની જાણકારી મળી હોવાનુ કહેવાયુ હતુ.
દરમિયાન જમીન સંપાદનના મામલાને લઈને 2017માં સુપ્રીમ કોર્ટમાં થયેલી પિટિશન બાદ ઝારખંડના માઈનિંગ સચિવ પૂજા સિંઘલ શંકાના ઘેરામાં હતા.
આ મામલામાં આરોપ છે કે, કઠોતિયા કોલ માઈન્સ માટે 500 એકર જમીન સંપાદિત કરવામાં આવી હતી જ્યારરે સરકારે 165 એકર જમીન ફાળવી હતી. 82 એકરને બાદ કરતા બીજી જમીનને ઉજ્જડ ગણાવીને કંપનીને ફાળવી દેવામાં આવી હતી. આ મામલામાં પણ પૂજા સિંઘલ સામે તપાસ ચાલી રહી છે.
દરમિયાન ઝારખંડ સરકારે પૂજા સિંઘલને તાત્કાલિક અરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.