ઝારખંડની IAS પૂજા સિંઘલ અનેક રહસ્યો ખોલશે

રાંચી, ઝારખંડની ખાણ સચિવ અને આઈએએસ પૂજા સિંઘલ તેના પતિ અભિષેક ઝા સાથે રાંચીમાં ઈડીની પ્રાદેશિક ઓફિસ પહોંચી હતી. મીડિયા સાથે વાત કર્યા વિના તે સીધી ઓફિસની અંદર ચાલી ગઈ. તેણીએ કોઈ પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો. પૂજાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ સુમન કુમાર) પાસેથી ૧૯.૩૧ કરોડ રૂપિયા મળ્યા છે.
જેના હિસાબો તે ઈડી અધિકારીઓને આપી શક્યા ન હતા. ઝારખંડની ખાણ અને ઉદ્યોગ સચિવ પૂજા સિંઘલની રાંચી ઈડી ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. ઈડી દિલ્હીના અધિકારીઓ પણ રાંચીમાં કેમ્પ કરી રહ્યા છે. દરેક દસ્તાવેજની કાળજીપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
ગયા શુક્રવારે ઈડી દ્વારા પાંચ રાજ્યોમાં ૨૫ સ્થળોએ એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલી રોકડ અને કાગળો વિશે પહેલેથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તેના તાર ચોક્કસપણે આઈએએસ પૂજા સિંઘલ સુધી પહોંચશે. હવે પૂજાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઈડી દ્વારા પૂછપરછ માટે પ્રાદેશિક કાર્યાલય રાંચીમાં હાજર થવા માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા. પૂજા સિંઘલના પતિ અભિષેક ઝા અને સીએ સુમન કુમારની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. અહીં પૂજા સિંઘલ પર પણ સસ્પેન્શનની તલવાર લટકી રહી છે. પૂજા સિંઘલ પર ઈડી જે રીતે સકંજાે કસી રહી છે, તેના કારણે રાજ્ય સરકાર એ પણ વિચારી રહી છે કે સસ્પેન્શનની કાર્યવાહી પણ જલ્દી પૂર્ણ કરવામાં આવે, જેથી સરકારની બદનામી ન થાય.
મની લોન્ડરિંગ કેસમાં ઈડીની ટીમે પૂજા સિંઘલના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા અને આ દરમિયાન તપાસ અધિકારીઓના હાથમાં ઘણી મહત્વની કડીઓ આવી છે. આ દરમિયાન સીએ સુમન કુમારના ઘરેથી લગભગ ૧૭.૫૦ કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી.
આ સિવાય તેની ઓફિસમાંથી લગભગ ૩૦ લાખ રૂપિયા પણ મળ્યા હતા. જ્યારે અન્ય સ્થળોએથી અંદાજે રૂ.૧.૨૫ કરોડની રકમ રિકવર કરવામાં આવી હતી. આ રીતે ઈડીએ આ કેસમાં અત્યાર સુધીમાં ૧૯.૩૧ કરોડ રૂપિયા રિકવર કર્યા છે.
સીએ સુમન કુમારે પૂછપરછમાં ઈડી અધિકારીઓને ઘણી મહત્વપૂર્ણ માહિતી આપી છે. જાે કે અત્યાર સુધી ઈડી દ્વારા આ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ, સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સુમને ઈડીને જણાવ્યું કે દર મહિને લગભગ ૩૦ કરોડ રૂપિયાનું વ્હાઇટ કરવામાં આવે છે.
ઉપરાંત પૂજા સિંઘલે કથિત રીતે તેના ‘વ્યક્તિગત ખાતા’માંથી સીએ સુમન કુમારના ખાતામાં ૧૬.૫૭ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ખાતામાં પૈસા ટ્રાન્સફર થયાનો ઉલ્લેખ ઈડી દ્વારા કોર્ટમાં કરવામાં આવ્યો હતો. આ પછી સીએ સુમનને પૂછપરછ માટે ૧૧ મે સુધીના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.SSS