ઝારખંડનો વ્યક્તિ 21 વર્ષ પછી નિર્દોષ મુક્ત થયોઃ સુપ્રીમ કોર્ટે કહ્યું- રેપ નહીં બંનેમાં પ્રેમ હતો
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક મહિલા દ્વારા પુરુષ પર લગાવેલા રેપના આરોપ મામલે કહ્યું કે આ બળાત્કાર નથી પણ બંને વચ્ચે પ્રેમ હતો. કોર્ટે જોયું કે મહિલાએ યુવક પર 21 વર્ષ પહેલા આરોપ લગાવ્યો હતો. કારણ કે બંને અલગ જાતિના લોકો હતા. અને તેમના લગ્ન નહતા થઇ શકતા. ઝારખંડ નિવાસી એક વ્યક્તિએ વર્ષ 1999માં બળાત્કાર અને અવૈદ્ય પ્રસવનો આરોપ લગાવ્યો. એટલું જ નહીં યુવતીની ફરિયાદ પછી એક ટ્રાયલ કોર્ટમાં દોષી ઠેરવ્યા પછી સાત વર્ષની તેને જેલની સજા પણ સંભળાવવામાં આવી હતી. બંને વ્ચેચ પ્રેમ પત્રના પુરાવા મળવા છતાં ટ્રાયલ કોર્ટે આ સજા સંભળાવી હતી. જેને ઝારખંડની હાઇકોર્ટે પણ મંજૂર રાખી હતી.
સોમવારે જસ્ટિસ આરએફ નરીમનની અધ્યક્ષતાવાળી બેંચમાં તેને દુર્ભાગ્યપૂર્ણ કહેવામાં આવ્યું હાઇકોર્ટે રિકોર્ડ પર હાજર પ્રેમ પત્રો અને તેમની સાથે પાડેલી તસવીરોથી આકલન કરવામાં અસફળ રહી તેવું કહ્યું. સુપ્રીમ કોર્ટે યુવતીની ગવાહી અસ્વીકાર કરી જેમાં કહ્યું હતું કે તે લગ્નનો વાયદો આપીને ડરના કારણે તેને યૌન સંબંધ બનાવ્યા હતા.
તેમણે કહ્યુ કે મને કોઇ સંકોચ નથી કે ના ખાલી યુવતીની સહમતિ આ થયું છે પણ સાથે જ તેની સાથે જે થયું તે તમામ વાતથી તે સચેત પણ હતી. તેમણે કહ્યું કે તે યુવકથી ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેણે પોતાની સ્વેચ્છાથી પોતાની શરીર તે યુવકને સોપ્યું હતું. અને આ પાછળ તેમનો પ્રેમ જ કારણ હતું.