Western Times News

Gujarati News

ઝારખંડમાં એકલા હાથે ચૂંટણી લડવાનો એલજેપી દ્વારા નિર્ણય

રાંચી : ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએમાં તિરાડ પડી ગઇ છે. લોકજનશક્તિ પાર્ટી (એલજેપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચિરાગ પાસવાને જાહેરાત કરી છે કે એલજેપી આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે. આજે મંગળવારના દિવસે જ પાર્ટી દ્વારા તેના ૫૦ સીટ માટેના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રિય પ્રધાન રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાને કહ્યુ હતુ કે પાર્ટી પોતાની તાકાત મુજબ આગળ વધવા માટે ઇચ્છુક છે.

ચિરાગને હાલમાં જ પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે બનાવવામાં આવ્યા હતા. ચિરાગ પાસવાલ સતત બે વખત બિહારની જામુઇ લોકસભા સીટ પરથી સાંસદ તરીકે છે. ચિરાગ પાસવાને સોમવારના દિવસે પણ કહ્યુ હતુ કે ઝારખંડમાં પાર્ટી એકલા હાથે ચૂંટણી લડવા માટે ઇચ્છુક છે. ઇચ્છા મુજબ જ આજે ભારતીય જનતા પાર્ટીથી અલગ રહીને ચૂંટણી લડવા માટેની જાહેરાત કરવામાં આવી હતી.

એલજેપી હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએના હિસ્સા તરીકે હતી. એલજેપી દ્વારા ઝારખંડમાં એનડીએના સાથી પક્ષ તરીકે છ સીટોની માંગ કરી હતી. જા કે ભારતીય જનતા પાર્ટીએ સોમવારના દિવસે તેના ૫૨ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા હતા. ત્યારબાદ ચિરાગ પાસવાને કહ્યુ હતુ કે અમે ઝારખંડમાં એકલા હાથે ચૂંટણી લડીશુ. અમે આ વખતે ટોકન તરીકે આપવામાં આવેલી સીટો પર ચૂંટણી લડીશુ નહીં.

ચિરાગે કહ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવારોની જાહેરાત કરી છે તે પૈકી કેટલીક એવી સીટ પણ હતી જે અમારા દ્વારા માંગ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણી દરમિયાન રામવિલાસ પાસવાન અસમંજસની સ્થિતિમાં હતા કે કોની સામે મળીને ચૂંટણી લડવામાં આવે. રાજકીય પંડિતો કહે છે કે ચિરાગની સલાહ પર પાસવાને એનડીએની સાથે જવાનો નિર્ણય કર્યો હતો. એનડીએ ગઠબંધન હેઠળ એલજેપીએ લોકસભાની ચૂંટણીમાં છ સીટો પર ચૂંટણી લડી હતી. ઝારખંડમાં કુલ ૮૧ સીટો પર પાંચ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે.

ઝારખંડમાં પાંચમા અને અંતિમ તબક્કામાં ચૂંટણી ૨૦મી ડિસેમ્બરના દિવસે યોજાનાર છે. ઝારખંડમાં ચૂંટણી માટેની પ્રક્રિયા જારશોરથી ચાલી કરહી છે. પ્રથમ તબક્કામાં ૩૦મી નવેમ્બરના દિવસે મતદાન થનાર છે. ચૂંટણી પ્રચાર પ્રક્રિયા હવે વધારે ઝડપી બનનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.