ઝારખંડમાં પ્રેમીએ ગર્લફ્રેન્ડનાં પતિની હત્યા કરી દેતા ચકચાર
ધનબાદ, ઝારખંડનાં ધનબાદમાં એક યુવકની હત્યા તેની પત્નીનાં પ્રેમીએ કરી દીધી. અહીં એક મહિલાનો પ્રેમ પ્રસંગ તેનાં પાડોસમાં રહેતાં પુરુષ સાથે ચાલતો હતો. મહિલાએ પ્રેમી સાથે મળી તેનાં પતિની હત્યાનું કાવતરું રચ્યું, તેનાં પ્રેમીનાં ફેસબૂક પર યુવતી બની મહિલાનાં પતિ સાથે મત્રતા કરી છે. તે બાદ મળવાં બોલાવી અને ગોળી મારી હત્યા કરી દીધુ હતું.
પોલીસે આરોપીની ધરપકડ કરી દીધી છે- ઝારખંડનાં ધનબાદમાં પાન મસાલાનો બિઝનેસમેન મુકેશ પંડિતની ૨૬ માર્ચનાં ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ મામલે પોલીસે અહમ ખુલાસો કર્યો છે.
ધનબાદ પોલીસે આ હત્યાકાંડનો ખુલાસો કરતાં કહ્યું કે, મુકેશની પત્ની નીલમ દેવી અને તેનાં પ્રેમી ઉજ્જવલ શર્માની ધરપકડ કરી દીધી છે. પોલીસે જણાવ્યું કે, ઉજ્જવલની નિશાનદેહી પર મુકેશનો મોબાઇલ પર પિસ્તોલ મળી આવી છે. પોલીસની પૂછપરછમાં બંને આરોપીઓએ તેમનો ગુનો પણ સ્વીકારી લીધો છે.
એસએસપી સંજીવ કુમારે જણાવ્યું કે ઉજ્જવલ શર્માનું ઘર મુકેશ પંડિતના ઘરની નજીક હતું. ઉજ્જવલ શર્મા મુકેશની દુકાનમાં કામ કરતો હતો. જેના કારણે ઉજ્જવલ શર્મા મુકેશના ઘરે આવવા લાગ્યો હતો. દરમિયાન ઉજ્જવલનાં મુકેશની પત્ની સાથે પ્રેમસંબંધ શરૂ થયો હતો.
તેઓ સાથે મળીને મુકેશને રસ્તામાંથી દૂર કરવા માંગતા હતા. જેથી મુકેશની પત્ની અને ઉજ્જવલે સાથે મળીને કાવતરું રચીને તેની હત્યા કરી નાખી.
હત્યાને અંજામ આપવા માટે ઉજ્જવલ શર્માએ યુવતીના નામે ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. ફેસબુક એકાઉન્ટ બનાવ્યું અને મેસેન્જર દ્વારા મુકેશ સાથે મિત્રતા કરી. મિત્રતા વધ્યા પછી ઉજ્જવલે મુકેશ સાથે મેસેન્જર દ્વારા વાત કરવાનું શરૂ કર્યું. ૨૫ માર્ચની રાત્રે મેસેન્જર સાથેની વાતચીત દરમિયાન ઉજ્જવલે મુકેશને મળવા માટે દામોદરપુર ફૂટબોલ ગ્રાઉન્ડ બોલાવ્યો અને મુકેશની ગોળી મારીને હત્યા કરી દીધી.HS